સૌરાષ્ટ્રના 55 મંદિરોમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઇ
- ચાંદીના છત્તર, ઢાળિયા સહિતનો રૂા.2.16 લાખનો મુદ્દામાલ જપ્ત, જૂનાગઢ પોલીસે રાજકોટ, અમરેલી, દ્વારકા, પોરબંદર જિલ્લાની ચોરીના ભેદ ઉકેલ્યા
જૂનાગઢ,પોલીસ દ્વારા રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, દાહોદ વિસ્તારમાં થયેલ મંદિર યોરીના વણઉકેલ કુલ-7 ગુન્હા તથા અન્ય કબુલાત કુલ-48 સ હિત કુલ-55 ગુન્હાઓનો ભેદ ઉકેલી ચોર ઇસમોને પકડી પાડી યોરીમાં ગયેલ યાંદીના છતર તથા સોનુ તથા ચાંદીના ઢાળીયા સહિત કુલ-રૂ.2,16,954 નો મુદામાલ જૂનાગઢ, ક્રાઇમ બ્રાન્ચની ટીમે રીકવર કર્યો હતો.
જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લામાં બનતા ચોરીઓના વણ ઉકેલ ગુન્હાઓ શોધી કાઢવા અને આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચોરીઓની પ્રવૃતિ કરતાં ઇસમોને પકડી પાડવા સુચના આપી જે સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. જે.જે.પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની અલગ-અલગ ટીમો બનાવી જે વિસ્તાર તથા ગામમાં ચોરી થયેલ હોય. તે બનાવ સ્થળની વિજીટ કરી ટેકનીકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો મારફતે તપાસ હાથ ધરતા ક્રાઈમ બ્રાંચના પીએસઆઇ ડી.કે.ઝાલા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને તેમજ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને ચોક્ક્સ બાતમી મળેલ કે, ત્રણ ઇસમો શકાષ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરની સ્પલેન્ડર મોટર સાયકલ ઉપર જૂનાગઢ બીલખા રોડ ઉપર પ્લાસવા ગામના પાટીયા નજીક આંટા-ફેરા કરે છે અને આજે રાત્રીના ચોરીના કોઇ મોટા બનાવને અંજામ આપવા સારૂૂ રહેણાક મકાન વિસ્તાર તથા મંદિરોની રેકી કરતા હોવાનું જણાય આવે છે. જે ઇસમો પૈકી એક ઇસમે સફેદ કલરનું ટી-શર્ટ તથા જીન્સનું પેન્ટ પહેરેલ છે. બીજા ઇસમે પ્રિન્ટેડ શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ અને ત્રીજા ઇસમે મેંદી કલરનું ટી-શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેવી ચોક્કસ બાતમીના આધારે વોચમાં રહેતા પ્લાસવા ગામ તરફથી ઉપરોકત વર્ણનવાળા ત્રણ ઇસમો એક મોટર સાયકલ ઉપર આવતા જે ઇસમોને મોટર સાયકલ સાથે રોકવા ઇસારો કરતા મોટર સાયકલ ચાલકે મોટર સાયકલ રોકેલ નહી અને ભાગવા જતા પોલીસે ફિલ્મી ઢબે ખાનગી વાહન વચ્ચે નાખતા આ ઇસમો મોટર સાયકલ રોકી નિચે ઉતરી દોડીને ભાગવા જતા તેઓની પાછળ દોડી બળપુર્વક ત્રણેય ઇસમોને પકડી પાડી આગવી ઢબે સરભરા કરતા આ ઇસમો
(1) સાગર ઉર્ફે લાલો કમલેશ ગોહેલ, ઉ.વ.31, રહે. (હાલ) રાજકોટ, કોઠારીયા રોડ, હુડકો ચોકડી પાસે, ગણેશ નગર, શેરી નં.4 (ભીખુભાઇ લાવડીયાના મકાનમાં ભાડેથી) (મુળ) ગોંડલ, મોટી બજાર, દરબાર ચોક, સંગાણી શેરી જી.રાજકોટ આ ઈસમ ગોંડલ તાલુકા પોલીસ મથકે અગાઉ ચોરીના ગુન્હામાં પકાડાયેલ
ઉપરાંત રાજકોટ હથિયારના ગુન્હાના પકાડાયેલ (2) ભીખુ ઉર્ફે વિજય રામજી કટારીયા, ઉ.વ.32, રહે. (હાલ) રાજકોટ. આજીડેમ ચોકડી, ભારતનગર, ગોકુલ વિદ્યાલયની બાજુમાં, (કાળુભાઇ કુકડીયાના મકાનમાં ભાડેથી), (મુળ) લોધીકા, ખવાસ શેરી, તા. લોધીકા જી. રાજકોટ (3) રોહીત અમરશી ગોળકીયા, ઉ.વ.રર, રહે. (મુળ) કાળેલા ગામ, મોટા ખુટડવા તા.મહુવા, (હાલ) રાજકોટ રણુજા મંદિર કોઠારીયા વાળા હોવાનું પોલીસને જાણવા મળેલ પોલીસ પાસે ચોક્કસ બાતમી હોય આ ઈસમોને પોલીસનો અસલ કલર બતાવતા ચાંદીના નાના-મોટા છતર, પાંદડુ, નાક, પતરા, ઢાળીયો મળી કુલ વજન 5.542 કિ.ગ્રા. જેની કિંમત રૂૂપિયા 1,13,050
સોનાનો કટકો વજન 6.780 ગ્રામ જેની કિંમત કિ.રૂા.43,050. ઉપરાંત મોબાઇલ ફોન-3 કિ.રૂૂા.30,000, હોન્ડા મો.સા.-1 કિ.રૂૂા.40,000 મળી કુલ રૂૂપિયા 2,16,650 નો મુદામાલ રિકવર કર્યો હતો. આ ઈસમો પાસેથી મળી આવેલ સોના ચાંદિના દાગીના શક પડતી મિલ્કત તરીકે સી.આર.પી.સી. કલમ-102 મુજબ કબ્જે કરી આ ત્રણેય ઇસમો ઉપરોકત શક પડતા મુદામાલ સાથે મળી આવતા ત્રણેય ઇસમોને સી.આર.પી.સી. કલમ 41(1) (ડી) મુજબ ધોરણસર અટક કરી ત્રણેય ઇસમો પાસેથી મળી આવેલ મુદામાલ અંગે પુછપરછ કરતા કુલ-7 ગુન્હા તથા અન્ય કબુલાતમાં કુલ-48 સહિત કુલ-55 ગુન્હાઓની કબુલાત કરી હતી.