જમીન પચાવનારી ગેંગે જ ધર્મને ભ્રષ્ટ કર્યો: મહેશગીરી
ખોટા બની બેઠેલા સાધુઓ અને સનાતન ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થાને કાઢીને ફેંકી દેવા જોઇએ
શિષ્ય પરંપરા માટે સરકાર કાયદો લાવે, ચોક્કસ ઉંમર પછી જ સંન્યાસની દીક્ષા જરૂરી
જૂનાગઢમાં અંબાજી ગાદી વિવાદમાં યોજાયેલ ધર્મસભામાં મહિલાઓ-બાળકોના શોષણ સુધીના આક્ષેપો
અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા બાદ ભવનાથ મંદિર અને અંબાજી મંદિરની ગાદીને લઈ વિવાદ વકર્યો છે. થોડો સમય પહેલા જ જૂનાગઢના કલેક્ટર દ્વારા મામલતદારને દત્તાત્રેય મંદિર, અંબાજી મંદિર અને ભીડભંજન મંદિરનો વહીવટ સોંપવામાં આવ્યો હતો. ભૂતનાથ મંદિર ખાતે મહેશગિરિ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે છેલ્લા દિવસે એક ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેશગિરિએ હરિગિરિ અને પ્રેમગિરિ અને તેની ગેંગ પર જમીન હડવવાના આક્ષેપો કર્યા હતા. મહેશગિરિએ જણાવ્યું હતું કે, ગરીબ સાધુઓની જમીન પડાવી લેવામાં આવે છે તેને લઈ હું અવાજ ઉઠાવું છું. મારી સાથે જેટલા સાધુ છે તેમાંથી ઘણા સાધુઓએ મને કહ્યું કે, અમારે ત્યાગ પત્ર આપવો છે ત્યારે મેં તેને કહ્યું કે, આ જે જમીન પડાવનાર ગેંગ છે, જેઓએ ધર્મને ભ્રષ્ટ કર્યો છે આવા નપુંસકો માટે ત્યાગ પત્ર ન આપવો જોઈએ, તેની છાતી ઉપર બેસીને તેના પાપ બોલાવવા જોઈએ કે તે આ પાપ કર્યા છે.
ભૂતનાથ મંદિર ખાતે મહેશગિરિ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગવત સપ્તાહના છેલ્લા દિવસે પૂર્ણાહુતિના સમયે એક ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સાધુ-સંતો અને ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
મહેશગિરિ મહારાજે આ ધર્મ સભામાં હરિગિરિ મહારાજ, પ્રેમગિરિ મહારાજ અને તેની ગેંગ પર શાબ્દિક પ્રહારો કરી જમીન હડપવાના આક્ષેપો કર્યા હતા. મહેશગિરિ મહારાજે કહ્યું હતું કે, હું 14 વર્ષ ગિરનારમાં રહ્યો હતો અને ત્યારબાદ દિલ્હી ગયો. જ્યાં શ્રી શ્રી રવિશંકર મહારાજે મારો હાથ પકડ્યો હતો અને ત્યારબાદ હું ચૂંટણી લડી સાંસદ બન્યો હતો. તે સમયે મને ડિપ્રેશનમાંથી બહાર કાઢવા માટે શ્રી શ્રી રવિશંકર મહારાજનો હું ઋણી છું. અને રાજકારણ બાદ કોરોના સમયમાં કમંડળ કુંડના મારા શિષ્યનું મૃત્યુ થયા બાદ ફરી રાણપુર ખાતે મારી ચાદર વિધિ કરવામાં આવી હતી. તે સમયે એક-એક લાખ રૂૂપિયા મેં પ્રેમગિરિ અને હરિગિરિ મહારાજને ભેંટ પૂજા પણ આપી હતી.
મહેશગિરિબાપુએ જણાવ્યું હતું કે, મેં જે કંઈ પણ કહ્યું છે તે ભાગવત ભગવાનની સાક્ષીએ તેની સોગંદ ખાઈને કહ્યું હતું. ખોટા અને નકલી સાધુ બની બેઠેલા લોકોના કારણે આજે સાચા સાધુઓને મુસીબત પડી રહી છે. મેં મારા ગુરુ અમૃતગીરી પાસેથી સારા સંસ્કારો લીધા છે. પરંતુ ત્યારબાદ મારા પંચ ગુરુ જે બન્યા હતા, તે સેવા કરાવતા હતા. તે ધોતી ઉઠાવીને માલિશ કરાવતા હતા અને કહેતા હતા કે, આજ ગુરુની સેવા છે. જે આવા ખરાબ કામ થતા હતા તે બાળકને ખબર હોતી નથી. ત્યારેહ્યુમન રાઇટ્સને કહું છું કે, આ માટે તપાસ કરો. હરિગિરિ અને તેમની ગેંગને લઈ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. આ તપાસ થવાથી ઘણા કૌભાંડો નીકળે તેવી પણ શક્યતાઓ છે.
વધુમાં જણાવ્યું કે, સનાતન ધર્મની જે ભ્રષ્ટ વ્યવસ્થા છે તેને કાઢી ફેંકી દેવી જોઈએ. ધર્મની સાચી અને સારી વ્યવસ્થા છે જે શંકરાચાર્ય દ્વારા સંન્યાસની પરંપરા બતાવવામાં આવી હતી. તે સનાતનની પરંપરાનું ફરીથી શુદ્ધિકરણ થવું જોઈએ. તેના માટે મેં અવાજ ઉઠાવ્યો છે. આ માત્ર મારા એકની પીડા નથી આ તમામ સાધુ સંતોની પીડા છે. હાલના સમયમાં ગુરુને પણ જ્ઞાન નથી હોતું અને તે શિષ્યને પણ કંઈ સમજાવી શકતો નથી. ગુરુ કોઈપણને શિષ્ય બનાવી દે છે ત્યારે શિષ્યોને સમજાવશે કોણ ? હું તો કહું છું કે, સરકારે આ મામલે કાયદો લાવવો જોઈએ કે એક ચોક્કસ ઉંમર પછી જ સન્યાસની દીક્ષા લઈ શકાય.
મહેશગિરિએ જણાવ્યું કે, મેં ક્યારેય કોઈ ગુનો નથી કર્યો, કે કોઈ પાપ નથી કર્યો. આ માટે જ હું સાચી વાત કરું છું. યૌન શોષણનો મતલબ માત્ર બળાત્કાર જ નથી હોતો. યૌન શૌષણના બીજા પણ ઘણા મતલબ થાય છે. ખરાબ ઈરાદાથી તમે હાથ લગાડો તો તે પણ યૌન શૌષણ જ છે. જ્યારે ગરીબ સાધુઓની જમીન પડાવી લેવામાં આવે છે તેને લઈ હું અવાજ ઉઠાવું છું. મારી સાથે જેટલા સાધુ છે તેમાંથી ઘણા સાધુઓએ મને કહ્યું કે, અમારે ત્યાગ પત્ર આપવો છે ત્યારે મેં તેને કહ્યું કે, આ જે જમીન પડાવનાર ગેંગ છે, જેઓએ ધર્મને ભ્રષ્ટ કર્યો છે આવા નપુંસકો માટે ત્યાગ પત્ર ન આપવો જોઈએ, તેની છાતી ઉપર બેસીને તેના પાપ બોલાવવા જોઈએ કે તે આ પાપ કર્યા છે.
વધુમાં કહ્યું કે, મે અવાજ ઉઠાવ્યો છે. મને લાગે છે કે મી ટુ જેમ આવ્યું હતું કે 10થી પણ વર્ષ સુધી અવાજ દબાવીને બેઠેલી મહિલાઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો હતો કે અમારી સાથે ખોટું થયુ છે.
ત્યારે હું એવુ ઈચ્છું છુ કે એ દરેક સાધુ કે જેની સાથે અન્યાય થયો છે, જેને હરિગિરિ, પ્રેમગિરિ અને તેની ગેંગ દ્વારા સાધુઓની જે જગ્યા પડાવી લીધી છે કે કોઈ સાધુ સાથે ખોટું કર્યું છે આવા સાધુ આગળ આવીને બોલે. જો આવા સાધુઓ બોલશે તો જ આવી ભ્રષ્ટ વ્યવસ્થાને દૂર કરી શકીશું. હાલમાં જ્યારે કુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે આ સમયે જ ભ્રષ્ટ વ્યવસ્થાને કાઢીને ફેંકી દેવી જોઈએ, અને એક સારી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી સાધુ ફૂલની જેમ ઉગી શકે.
શોષણની વાત કરનાર બાળક ગુમ છે: પ્રેમગીરી મહારાજ
પ્રેમગિરિ મામલે જણાવ્યું હતું કે, મીડિયામાં તે બાળકે જ જણાવ્યું હતું કે, તેનું શોષણ થયું હતું, તેને નિવેદન આપ્યું હતું તે બાળક આજે ગુમ છે. આટલા બધા આરોપો લાગ્યા બાદ પણ કેમ પ્રેમગિરિ સામે કોઈ કાયદાકીય પગલાં લેવામાં આવ્યા નથી ? હરિગિરિ મહારાજે જમીનો પડાવવાનું કામ કર્યું છે અને જે પત્ર આપ્યો હતો તેની તપાસ થવી જોઈએ કારણ કે, હરિગિરિ દ્વારા એવું કહેવામાં આવે છે કે તેને કોઈને ક્યારેય કંઈ આપ્યું નથી, તો આ પત્રમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો શું હરીગીરી દ્વારા સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરવામાં આવ્યું છે કે શું તેની તપાસ થવી જોઈએ.-