વડિયાની સરકારી કોલેજના વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ... અધ્યાપકો વગર ભણાવશે કોણ ?
ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણનો વ્યાપ વધારવા માટે દરેક તાલુકા માં કોલેજ સુધીના શિક્ષણ ની સુવિધાઓ આપવામાં આવી છે. જેમા અમરેલી જિલ્લા ના વડિયા કુંકાવાવ તાલુકાના વડિયા ખાતે દસરકારી આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ શૈક્ષણિક વર્ષ 2025-26 થી શરુ કરવામાં આવી. આ કોલેજમાં જીકાસ ના માધ્યમ થી 104 જેટલાં વિદ્યાર્થીઓએ આર્ટ્સ અને કોમર્સ વિભાગ માં પ્રવેશ લીધો. આ પ્રવેશ અપાયા બાદ સમગ્ર રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રમાં અભ્યાસક્રમ ભણાવવાની શરૂૂવાત 1લીજુલાઈ થી કરવામાં આવી પરંતુ વડિયા ની કોલેજ માં આજદિન સુધી કોઈ અધ્યાપક ની નિમણૂક કરવામાં આવી નથી તેથી રોજ અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ ધરમના ધક્કા ખાઈ રહ્યા છે.
તો આ સત્રનો દોઢ મહિનો વીતી ચુક્યો છે છતાં હજુ કોઈ અભ્યાસક્રમ શરુ થવાના ઠેકાણા નથી ત્યારે દોઢ માસ બાદ પ્રથમ સેમેસ્ટર ની પરીક્ષા આવશે અને વિદ્યાર્થીઓ ભણ્યા વગર કેવી રીતે પાસ થશે એ એક સરકાર ના શિક્ષણ વિભાગ સામે નો સૌથી મોટો પ્રશ્ન છે. તો બીજી બાજુ આ કોલેજ ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એક માસ બાદ જાગીને કામચલાવ અધ્યાપકો ભરવા માટે ખાનગી રાહે એક લેટર બનાવી લાગતા વળગતા મળતીયાઓને જૂનાગઢ ખાતે ઇન્ટરવ્યૂ ગોઠવવાં માં આવ્યા.
અમરેલી જીલ્લા ની કોલેજો સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માં આવતી હોય જૂનાગઢ ભકત કવિ નરસિંહ મેહતા યુનિવર્સીટી માં આવતું હોય ત્યારે યુનિવર્સિટી ના કાર્યક્ષેત્ર બહાર ઇન્ટરવ્યૂ ગોઠવી સ્થાનિક અમરેલી જીલ્લા ના કોઈ સમાચાર પત્રમાં જાહેરાત પણ આપી ના હોવાથી કોઈ ઉમેદવાર અહીં આવે નહિ અથવા આવે તો સાહેબના અને અડિંગો જમાવી બેઠેલા ભાજપ નેતાઓના મળતિયા જ આવે તેવો તકતો ગોઠવી વડિયાના વિદ્યાર્થી ઓને કાયમી અધ્યાપકો ના શિક્ષણ થી દૂર રાખવા માટે એક ષડયંત્ર ચાલતું હોય તેવુ જોવા મળી રહ્યું છે. તો ભાજપ ના કહેવતા નેતાઓ પણ કોલેજનુ કાર્યાલય ખુલે એટલે ઓફિસમાં આવીને બેસી જાય જાણે પોતે જ પ્રિન્સિપાલ અને સંચાલક હોય અને બાપુજીની માલિકીની કોલેજ હોય તેવુ વર્તન કરતા જોવા મળે છે ત્યારે સ્થાનીક લોકો માં એવી ચર્ચા સાંભળવા મળી રહી છે કે કોલેજમાં સીન સપાટા કરવાનાં બદલે વિદ્યાર્થઓના અભ્યાસની ચિંતા કરીને કોલેજ માં કાયમી સરકારી અધ્યાપકો ની નિમણૂક કરાવે તે ખુબ જરૂૂરી છે.આ ભાજપ ના નેતાઓના દ્વારા પોતાના મળતીયાઓ ને કોલેજ સ્ટાફમાં કામચલાવ ગોઠવવા માટે ધમ પાછાડા થતા અંતે કંટાળી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પણ એમાંથી છટકવા માંગતા હોવાથી નવા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ની નિમણૂક કરવાની ફરજ પડી છે. જો ટૂંકા ગાળામાં આ બાબતે કોઈ કાર્યવાહી નહિ થાય તો આવનાર સમય માં વિદ્યાર્થી મંડળ અને વડિયા વિસ્તાર ના લોકો દ્વારા આંદોલન ના મંડાણ થાય તો નવાઈ નહિ.
