ઉપલેટાથી પાટણવાવ જતાં ભાદર નદીના નવા પુલના પાયા હચમચ્યા
રાજાશાહી વખતનો જૂનો પુલ અડીખમ અને નવા પુલના પાયા દેખાતા ગંભીર અકસ્માતનો ભય, સમારકામ કરવાની ઉઠતી માંગ
ઉપલેટા નજીક આવેલો અને ઉપલેટા તાલુકાના તેમજ ધોરાજી તાલુકા જુનાગઢ અને અન્ય ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા વિસ્તારને જોડતો ઉપલેટાના પાટણવાવ રોડ પરનો આવેલો ભાદર નદીનો પુલ તેમજ આ પુલ પર બનાવેલ રસ્તો જોખમી અને જર્જરિત હાલતમાં છે ત્યારે આ રસ્તો ખરાબ છે તે બાબતે તો સૌ કોઈ વાકેફ છે પરંતુ પુલની નીચે કેવી પરિસ્થિતિ છે તે બાબત લોકોને ખ્યાલ નહીં હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
જે રીતે તાજેતરની અંદર જ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની ઘટના બની છે જેમાં ઘણા ખરા પરિવારોનો માળો વિખરાઈ ગયો છે ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે તંત્રએ તાત્કાલિક પગલા પણ લેવાની જરૂૂર હતી ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા અને હાડફોડી ગામ વચ્ચે આવેલ રસ્તો અને આ રસ્તા પરના પુલની હાલત કંઈક એવી જ છે કારણ કે, અહીંયા બે અલગ-અલગ પુલ આવેલા છે જેમાં એક ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતનો સૌરાષ્ટ્ર સૌથી લાંબો બીજ છે જે હજુ પણ નદી ઉપર આમ તો અડીખમ છે જોકે તેમની પણ તંત્ર યોગ્ય દરકાર લેતું નથી જ્યારે બાજુમાં થોડા વર્ષો પહેલા બનાવાય બ્રિજની અને રસ્તાની હાલત રાજાશાહી વખતના પુલ કરતાં પણ વધારે ખરાબ છે અને તેમની ઉપર બનાવેલ રસ્તાની પણ હાલત ખરાબ છે.
આ નવો બનેલ પુલના દસ વર્ષ જેવો પણ સમય વીત્યો નથી ત્યારે નવા બનાવેલ બ્રિજ નીચેની પાયાની જમીન અંદાજિત સાતથી દસ ફૂટ પાયા બહાર આવી ગયા છે જે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જી શકે તેવી પણ સંભાવનાઓ જણાઈ રહી છે તો બીજી તરફ બાજુમાં આવેલ ગોંડલ સ્ટેટના રાજાશાહી વખતનો બનાવેલ નદી પર આવેલ પુલ અડીખમ પણ છે અને મજબૂત પણ હોય તેવા પણ દ્રશ્ય જોઈ શકાય છે જ્યારે અહીંયા ખખડધ જ રસ્તો અને પાયા નીચેની જમીન ખસી ગયેલ હોવાની બાબત ચિંતાનો વિષય પણ બની શકે છે.
આ રસ્તાની ખરાબ હાલત તેમજ પુલ નીચેથી ખસી ગયેલી જમીન અને ધોવાણ સહિતની બાબતો જ્યારે પુલ બનીને શરૂૂ થયો ત્યારથી જ ચર્ચામાં આવી હતી જેમાં અહીંયાથી પસાર થતાં લોકો ગ્રામજનો શહેરીજનો અને વિવિધ વિસ્તારોના મુસાફરોએ પણ જણાવ્યું છે કે, વર્તમાન સમયની અંદર આ પુલ પરના રસ્તાની હાલત તો છેલ્લા બે ત્રણ વર્ષથી ખરાબ છે પરંતુ હવે તો પુલ નીચેના પાયા પણ જોખમી બની રહ્યા છે ત્યારે આ જોખમી પુલ અને રસ્તાની હાલત કોઈનો જીવ લઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા તંત્ર દ્વારા સમારકામ કરી જાનનું જોખમ અને 50 થી 60 જેટલા ગામને જોડતા એક માત્ર રસ્તાની ચિંતા કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠી છે.
વર્ષ 2018 ની અંદર તૈયાર થયેલા ભાદર નદી પરના રાજાશાહી વખતના પુલની બાજુમાં નવા બનાવાય કરોડોના ખર્ચના આ પુલ અને તેમની ઉપર બનાવેલ રસ્તાની હાલત અતિ ગંભીર અને જોખમી હોવાનું દ્રશ્યો ઉપરથી જોઈ શકાય છે ત્યારે અહીંયા કુલ કેટલા કરોડના ખર્ચે બનાવેલ ક્યારે બનેલ ક્યારે પૂર્ણ થયેલ તેની વિગતો અંગેની તકતીઓ કા તો કાઢી લેવામાં આવી છે અને કાં તો પછી લગાડવામાં જ આવી નથી તે પણ અહી જોઈ શકાય છે.
સાત વર્ષ પહેલા પૂર્ણ થયેલ કામ દસ વર્ષ પણ ચાલ્યું નહીં અને તૂટી ગયું ખરાબ થઈ ચૂક્યો અને જર્જરિત થઈ જતા કરોડોનું ભ્રષ્ટાચાર થયું હોવાનું પણ અનુમાન સ્પષ્ટ રીતે લગાવી શકાય છે ત્યારે અહીંયા 50 થી 60 જેટલા ગામ માટેનો એકમાત્ર રસ્તો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હોય તે ભયજનક સાબિત થઈ રહ્યો છે કારણ કે, ગ્રામ્ય વિસ્તાર અને તાલુકા વિસ્તારને જોડતા રસ્તાની હાલત ખરાબ હોવાથી જીવનું જોખમ તો ચોક્કસ છે.