સોમનાથ જ્યોતિર્લિંગનો ધ્વજ દંડ-ચંદ્ર આવશે એક હરોળમાં
દર વર્ષે સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાના મધ્યરાત્રીએ સર્જાય છે અદ્ભુત સંયોગ
કરોડો ભક્તોની આસ્થા અને ભારતની અસ્મિતા એવા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર ખાતે કાર્તિક પૂર્ણિમાની મધ્યરાત્રીએ 12 કલાકે અદભૂત ખગોળિય સંયોગ રચાય છે. જે વરસમાં માત્ર એક જ વખત ખાસ કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ સોમનાથ મંદિર શિખર ઉપરનું ત્રિશુલ ધ્વજદંડ અનેસોમનાથ જ્યોર્તિર્લિંગ એક જ ક્ષિતિમાં આવે છે. માનવામાં આવે છે કે, જે સ્થાન ઉપર ચંદ્ર દેવને ક્ષય રોગમાંથી મુક્તિ આપી હતી તે જ સ્થાન ઉપર સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી સોમનાથ મંદિરનો અભિષેક કરે છે આ સંયોગને ભક્તની અમૃત વર્ષા તરીકે ઓળખાય છે. તેમ સોમનાથ ટ્રસ્ટ જણાવે છે.
અદભૂત નજારો ભાવિકો નિહાળી શકે દર્શનમય બની શકે તે માટે સોમનાથ મંદિરમાં રાત્રીના 12 કલાકે વિશેષ મહાપૂજા યોજાય છે. અને મંદિર કાર્તિક પૂર્ણિમાની રાત્રીએ એક વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. નિહાળનારાઓ કહે છે એ દ્રશ્ય એવુ હોય છે કે, શિવજીએ મસ્તક ઉપર જાણે ચંદ્ર ધારણ કર્યા હોય, અન્ય દિવસોમાં પણ સોમ એટલે કે ચંદ્ર શિવમનંંદિર પ્રદક્ષિણા કરતા કરતા શિવ સ્તપન કરી રહ્યો હોય તેવી શ્રધ્ધાની અનુભૂતિ ભક્તો માને છે. એક મત અનુસાર સોમનાથ મંદિર ઉપર 90 અક્ષાંક્ષ ચંદ્રઆવે છે. આમ વાસ્તુ શાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ આ ભૂમિ એવે સ્થળે આવેલી છે જે પૃથ્વી ઉપર બીજે ક્યાંય શક્ય નથી. જેથી જ આપણા ઋષિમુનિઓએ ઉર્જાની પોઝીટીવ યોગ્ય ભૂમિ ગહન અહીં તપ કર્યા હતાં. તેમ આસ્થા પ્રેમી વર્ગ માને છે.