અમદાવાદથી થરાદ વચ્ચે બનશે રાજ્યનો પ્રથમ હાઇસ્પીડ કોરિડોર
કેન્દ્ર સરકારે રૂા.50655 કરોડના ખર્ચે 936 કી.મી. લાંબા આઠ નેશનલ હાઇવેને સ્પીડ કોરીડોર તરીકે મંજુરી આપી છે. તેમાં ગુજરાતના થરાદથી અમદાવાદ સુધીના 231 કી.મી.ના રોડને સ્પીડ કોરીડોર તરીકે મંજુરી આપી છે. ગુજરાતમાં આ પ્રથમ હાઇસ્પીડ કોરીડોર બની રહે છે.
અમદાવાદથી પાલનપુરા સુધી નેશનલ હાઇવે અને પાલનપુરથી થરાદ સુધીના સ્ટેટ હાઇવે ઉપર આ સ્પીડ કોરીડોર માટે મંજુરી આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળા આર્થિક મામલાની કેબિનેટ સમિતિએ શુક્રવારે 50,655 કરોડ રૂૂપિયાના કુલ ખર્ચાવાળા 936 કિમી લાંબા આઠ નેશનલ હાઇ સ્પીડ કોરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેના વિશે જાણકારી આપી છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટમાં લખ્યું કે, કેબિનેટે 50,000 કરોડથી વધારેના ખર્ચાવાળા 8 રાષ્ટ્રીય હાઈ સ્પીડ રોડ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને ગતિ મળશે અને રોજગારના નવા અવસરો ઊભા થશે. આ નિર્ણય ભારતના ભવિષ્ય માટે તૈયાર કરવા અને દેશને સારી કનેક્ટિવિટી આપવા માટે અમારી કટિબદ્ધતાને પણ દર્શાવે છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અવસર પર કહ્યું કે, આજે આખા દેશમાં 8 મોટા નેશનલ હાઈવેના પ્રોજેક્ટને અપ્રૂવ્ડ કર્યા છે. આ લગભગ 50 હજાર કરોડનો પ્રોજેક્ટ છે, જેને વિઝન 2047નું ખાસ ધ્યાન રાખીને બનાવ્યા છે. અયોધ્યાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે.
તેમણે કહ્યું કે, અયોધ્યાના સર્વાંગીણ વિકાસ માટે મેજર રિંગ રોડનો પ્રોજેક્ટ એપ્રૂવ્ડ થયો છે. ગુવાહાટી શહેર માટે રિંગ રોડ, પુણે માટે હાઈવે આપ્યો છે. રાયપુર અને રાંચી માટે પાથલ ગામથી ગુમલા માટે કોરિડોર બની રહ્યો છે. થરાદથી અમદાવાદ સુધી ગુજરાતમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રાજસ્થાનના હાઈવેને કનેક્ટ કરવા માટે હાઈવે પણ સામેલ છે. ખડગપુરથી મુર્શિદાબાદ માટે ફોન લેનનો હાઈવે બનશે. આ ઉપરાંત અગરાથી ગ્વાલિયરને જોડતો હાઈવે અને કાનપુરથી ચારેતરફ 6 લેન રિંગ રોડ પણ તેમાં સામેલ છે.
મંત્રીમંડળની સ્વીકૃતિ આપનારા આ પ્રોજેક્ટમાં છ લેનનો આગરા-ગ્વાલિયર રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર, ફોર લેનનો ખડગપુર-મોરગ્રામ રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર અને છ લેનનો થરાદ-ડીસા-મેહસાણા-અમદાવાદ રાષ્ટ્રીય હાઈ સ્પીડ કોરિડોર સામેલ છે.