ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આવાસ યોજનાના લાભાર્થીઓની ફાઇનલ યાદી કાલે બહાર પડશે

04:04 PM Jun 04, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગની અખબારી યાદી જણાવે છે કે, દિનાંક 26/03/2025ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા EWS-2 કેટેગરીનાં 133 અને MIG કેટેગરીનાં 50 ખાલી પડેલ આવાસોનો કમ્પ્યુટરાઇઝ્ડ જાહેર ડ્રો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજવામાં આવ્યો હતો. અત્યાર સુધી ફોર્મ ચેકીંગ બાદ આવાસનો ડ્રો કરવામાં આવતો હતો. આથી ડ્રોમાં આવાસ લાગેલ હોય એવા અરજદારોની ઓનલાઇન ફોર્મ ભરતી વખતે થયેલી નાની ભૂલના કારણે અરજી રિજેકટ ના થઇ જાય એ માટે માનવતાના ધોરણે અરજદારોની અરજી રિજેક્ટ કરતા પહેલાં એમને અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવાની એક તક આપવામાં આવી હતી.

Advertisement

અપુરતા આધાર-પુરાવાઓની પૂર્તતા કરવા માંગતા હોય એવા અરજદારોએ રૂૂ. 300 ના સ્ટેમ્પ પેપર પર નોટરાઇઝ્ડ સોગંદનામું અને જરૂૂરી આધાર-પુરાવા સાથે આવાસ યોજના વહીવટી વિભાગમાં દિનાંક 09/05/2025 થી 03/06/2025 સુધી અરજી કરી હતી. જેની ચકાસણી કરી પાત્ર અરજદારોની યાદી દિનાંક 05/06/2025 નાં રોજ બપોરે 01 કલાકે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવશે. અરજદારની પાત્રતા બાબતે રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરતી વખતે અરજદારોથી થયેલી નાની ભૂલો જેમ કે, પોતાના બેંક ખાતાનો રદ કરેલ ચેક કે પાસબુકના પ્રથમ પાનાની ઇમેજ ના જોડવી, લાઇટ બિલ કે વેરા બિલ ના જોડવું કે જુનું જોડવું, સ્વ-પ્રમાણિત ડિક્લેરેશન ના ભરવું કે અધુરું ભરવું, ચૂંટણી કાર્ડ કે રેશન કાર્ડ ના જોડવું જેવી ભૂલોની પૂર્તતા કરનાર અરજદારોની અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે.પાત્રતા ધરાવતા અરજદારોએ દિનાંક 31/07/2025 સુધીમાં સિવિક સેન્ટર, સેન્ટ્ર્લ ઝોન ઓફિસ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે પ્રથમ હપ્તો ભરપાઈ કરી અલોટમેન્ટ-લેટર લઇ લેવા. દિનાંક 31/07/2025 સુધીમાં અલોટમેન્ટ-લેટર નહિ લેનાર અરજદારોને આવાસની જરૂૂર નથી એમ સમજી એમના આવાસ જે-તે કેટેગરીના વેઇટીંગ યાદીના અરજદારોને ફાળવી દેવામાં આવશે.

આ માટે અલગથી કોઇ નોટીસ કે સમય આપવામાં આવશે નહિ, જેની ગંભીરતાપૂર્વક નોંધ લેવી.જે અરજદારની પોતાની/કુટુંબની માલિકીનું આવાસ છે અથવા અરજદાર અગાઉ સરકારી આવાસ યોજનાનો લાભ લઇ ચુકેલ છે, એમની અરજી રદ કરવામાં આવી છે અને એમણે ભરેલ તમામ રકમ જપ્ત કરવામાં આવી છે.

Tags :
avas yojnagujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement