ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

માળિયાના ખાખરેચીમાં પેપર મિલની વિકરાળ આગ અંતે કાબૂમાં આવી

11:51 AM May 05, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે પેપરમિલમાં લાગેલી વિકરાળ આગ કલાકો બાદ પણ બેકાબુ બની હતી . જેને પગલે ફાયર વિભાગની 5 ટિમો આગ ઉપર પાણીનો મારો ચલાવી ને આગ ને કાબુ માં લેવા ભારે જહેમત ઉઠાવી હતી આગના ધુમાડા કિમિ સુધી દેખાય રહ્યા હતા.

માળીયા - હળવદ હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક રાપર ગામ પાસે ખાખરેચીની સીમમાં આવેલ લેમિટ પેપરમિલના ગોડાઉનમાં પડેલા વેસ્ટ પેપરમાં ગત સાંજ ના સમયે આગ લાગવાની ઘટના બની હતી. મોરબી ફાયરની ને જાણ કરતા જ ફાયર ની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગયી હતી અને પાણી નો મારો ચલાવ્યો હતો ફાયર ની 2 ટિમ ઉપરાંત હળવદ, ધ્રાંગધ્રા અને રાજકોટની એક-એક ફાયર ટિમ એ પાણીનો મારો ચલાવી ને ભારે જહેમત બાદ મોડી રાત્રી ના સમય એ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ મામલે માળિયા મિયાણાના તાલુકા મામલતદાર પરમારે જણાવ્યું કે મોરબી, હળવદ, ધ્રાંગધ્રા, રાજકોટની ફાયર ટિમો ઘટના સ્થળે છે. સુરેન્દ્રનગરથી પણ ફાયરની ટિમ બોલાવવામાં આવી હતી.

આ ગોડાઉનમાં ફાયર સેફટીની સવલત હતી કે કેમ તે દિશામાં તપાસ કરવામાં આવશે. વધુમાં ગોડાઉનના માલિક રાજુભાઈના જણાવ્યા અનુસાર આ ગોડાઉનમાં અંદાજે 12 હજાર ટન જેટલો પેપરનો જથ્થો રાખવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ આગ લાગવા પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. આ આગ વિકરાળ હોવાથી મેજર કોલ જાહેર ક2ી દેવામાં આવ્યો છે. હાલ ફાયર બ્રિગેડના જવાનો આ આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Tags :
firegujaratgujarat newsmaliyamaliya news
Advertisement
Next Article
Advertisement