For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હોળી-ધુળેટી પર્વ જામ્યું, કલર-પિચકારીની ધૂમ ખરીદી

03:54 PM Mar 23, 2024 IST | Bhumika
હોળી ધુળેટી પર્વ જામ્યું  કલર પિચકારીની ધૂમ ખરીદી
  • બજારમાંથી ચાઈનીઝ પિચકારીઓ ગાયબ, ઈલેક્ટ્રિક ગન (પિચકારી)નો વધુ દેખાતો ક્રેઝ
  • રંગમાં ભગવા કલરનો વધુ ઉપાડ, ખજૂર-ધાણી-દાળિયા-હારડાની પણ ખરીદી

રંગોનો તહેવાર ઉજવવા શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ધુળેટી પર્વની ઉજવણીની વાત આવે એટલે પિચકારીને જરૂર યાદ કરવી પડે. ‘બલમ પિચકારી છોડી જો તૂને મુજે મારી’ જેવા ગાયનો વચ્ચે રંગોનું યુધ્ધ છેડી ધુળેટી પર્વની ઉજવણી કંઈક અદમ્ય પારિવારીક વાતાવરણ ખડુ કરે છે. ત્યારે રંગોના ઉત્સવની ઉજવણીના પ્રસાધનો, પિચકારી, કલરની બજારમાં ડોકીયુ કર્યું તો બજારમાં બન્નેના ભાવ ઉપર મંદીનો ઓછાયો હોવાનો વેપારીઓએ વસવસો વ્યકત કર્યો હતો.

Advertisement

સદરમાં સિઝનલ વેપારી કેલ્વીન પટેલે ગુજરાત મિત્ર સાથેની વાતમાં જણાવ્યું હતું કે, બજારમાં અત્યારે ભારતીય બનાવટની પિચકારીઓ ધુમ મચાવી રહી છે. ખાસ કરીને ઈલેકટ્રીક ગન સૌનું આકર્ષણ બની રહી છે. રૂા.10 થી માંડીને રૂા.1000 સુધી મળતી પિચકારીઓમાં છોટાભીમ, ડોરેમોન, ઈસરો, પબજી, બાર્બી ડોલ, સ્પાઈડરમેન અને ગેનમેન જેવી પિચકારીઓ બજારમાં વેચાઈ રહી છે જો કે ઈલે.ગન (પિચકારી)નું બાળકોમાં વધુ આકર્ષણ જોવા મળી રહ્યું છે.

કલરમાં પણ અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. અયોધ્યામાં શ્રી રામચંદ્રજીનાં આગમનને લઈને લોકોમાં ભગવા કલરની સૌથી વધુ માંગણી નઈ રહી છે. ગયા વર્ષ કરતાં પિચકારી અને કલરના ભાવમાં પંદરેક ટકાનો સુધારો જોવા મળે છે. પણ એકંદરે મંદીના વમળ દેખાતા હોવાનું વેપારીઓ કહે છે.

Advertisement

સીઝનલ વેપારીઓએ એવું પણ કહ્યું કે, હોળી ધુળેટીનું પર્વ ઉત્સાહભેર ઉજવવા, એકાબીજાના મો, મીઠા કરવા, દુતાશણીમાં હોમવા, ખજુર, દાળીયા, ધાણીની વર્ષો જુની માન્તાઓને લઈને શહેરીજનોમાં ખરીદી વધી છે. હાઈડાની પણ ઠીક ઠીક માંગ દેખાઈ છે. સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજકોટીયન્સને ગુજરાત મિરરની અપીલ છે કે, જો...જો.... રંગો હર્ષોલ્લાસનું પર્વ, ભયંકર કલરોથી કોઈ માટે પીડારૂપ ન બને અને સામાન્ય કલરથી જ રંગ પૂર્વ ધુળેટી ઉજવશે. સૌને હેપી હોલી.... ધુળેટી.

Advertisement
Tags :
Advertisement
Advertisement