સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં સ્નાન સાથે મધરાત્રે મેળાનું સમાપન
મહાશિવરાત્રીના મેળામાં અંતિમ દિવસે લાખો ભાવિકો ઊમટી પડ્યા, ભવનાથ તળેટીમાં હૈયેહૈયું દળાય તેટલી મેદની ઊમટી
સવારથી ભવનાથ તળેટીમાં વાહનોને પ્રવેશબંધી, મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં ભાવિકો પરેશાન
જૂનાગઢમાં ગિરનાર પર્વતની ગોદમાં ચાલી રહેલ મહાશિવરાત્રીનો પાંચ દિવસનો મેળો હવે અંતિમ ચરણમાં પહોંચ્યો છે. આજે મહાશિવરાત્રીની રાત્રે નાગા સાધુઓની રવેડી અને મૃગીકુંડમાં સાધુ-સંતોના સ્નાન સાથે જ આ મેળાની પૂર્ણાહૂતિ થશે ત્યારે આજે બપોરથી ભવનાથ તળેટીમાં હૈયેહૈયુ દળાય તેટલી મેદની ઉમટી પડી છે. સાધુઓની રવેડીના દર્શન કરવા માટે ભાવિકો બેસી ગયા છે. રાત્રે 8 વાગ્યા બાદ સાધુ સંતોની રવાડી ભવનાથ તળેટીમાં નિકળશે અને હેરત અંગે જ અંગ કસરતો સાથે આ રવાડી મધરાત્રે 12 વાગ્યે મૃગીકુંડ ખાતે પહોંચશે.
આજે શિવરાત્રીના મેળાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા વ્યવસ્થા જાળવવામાં પોલીસને પણ પરસેવો છુટી ગયો હતો. ભવનાથ તળેટીમાં હૈયેહૈયુ દળાય તેટલી મેદની ઉમટી પડી હતી. પરિણામે ઠેર ઠેર ટ્રાફિકજામ જેવી સ્થિતિ જોવા મળે છે.
જૂનાગઢના ભવનાથ તળેટીમાં આજે મહાશિવરાત્રિ નિમીત્તે માનવ કીડીયારુ ઉભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. આજે રાત્રે જુના અખાડા ખાતેથી સાધુ-સંતોની રવેડી યોજાઈ હતી. જે તેના નિયમ રૂૂટ પર થઈ પરત ભવનાથ મંદિરે પહોંચી હતી. રવેડીમાં સાધુ-સંતોના અંગ કસરતના, લાઠીદાવ તથા તલવારબાજી સહિતના કરતબો જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થયા હતા. ભવનાથ મંદિર પરિસરમાં આવેલ મૃગીકુંડમાં શાહીસ્નાન કર્યું હતું. બાદમાં મહાઆરતી યોજાઈ હતી. એ સાથે મહા શિવરાત્રી મેળાની પૂર્ણાહૂતિ થઈ હતી.
જૂનાગઢના ગિરનારની ગોદમાં ચાલી રહેલા મહાશિવરાત્રી મેળામાં ગત સાંજથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. મોડીરાત્રીના તો મેળામાં ગત સાંજથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. મોડી રાત્રીના તો ભવનાથ તળેટીમાં હૈયુ હૈયુ દળાય તેટલી મેદની થઈ હતી. અને મોટા વાહનોને પ્રવેશ બંધી કરવી પડી હતી. જ્યારે આજે મહાશિવરાત્રી નિમીત્તે પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડયા હતા. સવારથી લોકોનો અવિરત પ્રવાહ તળેટી તરફ વહેતો રહ્યો હતો. લોકોએ ભવનાથ મહાદેવ તથા દિગમ્બર સાધુ-સંતોના દર્શન કરી બપોરે અન્નક્ષેત્રોમાં ભોજન પ્રસાદ અને ફરાળ ખાધુ હતું. આ ઉપરાંત ભવનાથ શિવની ભાંગની પ્રસાદી લીધી હતી.બપોરે તંત્ર દ્વારા રવેડીના રૂૂટ પર બેરીકેડીંગ ફકી દેવામાં આવ્યું હતું. રવેડીના રૂૂટની સફાઈ કરવામાં આવી હતી. જેનું કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર તુષાર સુમેરા તેમજ અન્ય અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. લોકો બપોરથી જ રવેડીના રૂૂટ આસપાસ તથા અગાસી પર ગોઠવાઈ ગયા હતા. અને કલાકો સુધી એક જ સ્થળે બેઠા રહ્યા હતા. આજે અંદાજે છ લાખ લોકો ઉમટી પડયા હતા.
રાત્રે રવેડી ભવનાથ મદિરે પરત પહોચ્યાં બાદ સાધુ-સંતોએ મૃગીકુંડમાં શાહીસ્નાન કર્યું હતું. બાદમાં મધ્યરાત્રીના ભવનાથ મહાદેવ મંદિર ખાતે મહાઆરતી થઈ હતી. મહાઆરતી બાદ પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળો સંપન્ન થયો હતો. મહાશિવરાત્રી મેળામાં આજે લોકોની મેદનીના લીધે ભવનાથ તળેટીમાં માનવ કિડીયારૂૂ ઉભરાતું હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. તળેટીમાં ભારે ભીડના લીધે સવારથી જ ભરડાવાવ ખાતેથી વાહનોને પ્રવેશબંધી ફરમાવવી પડી હતી.
ભવનાથ મહાશિવરાત્રી મેળામાં અંતિમ દિવસે ભારે મેદની ઉમટી પડી હતી. જેના લીધે મોબાઈલ નેટવર્ક ઠપ્પ થઈ ગયું હતું. અને તળેટીમાં રહેતા લોકોના સંપર્ક પણ થઈ શકતો નહોતો. મહાશિવરાત્રી નિમીત્તે બપોર બાદ જૂનાગઢની બજારો રહી બંધ દર વર્ષે મહાશિવરાત્રના દિવસે વેપારીઓ બપોર બાદ ધંધાચે રોજગાર બંધ રાખે છે. આ રિવાજ મુજબ આજે જૂનાગઢની મુખ્ય બજારો બંધ રહી હતી.
ભવનાથના મેળામાંથી શ્રદ્ધાળુના મોબાઈલ ચોરતા ચાર શખ્સો ઝડપાયા
ભવનાથ ખાતે શનિવારથી મહાશિવરાત્રીના મેળામાં પોલીસે 4 મોબાઇલ ચોરને 4 મોબાઇલ સાથે પકડી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. મહાશિવરાત્રી મીની કુંભ મેળા દરમિયાન તમામ સર્વેલન્સ ભવનાથ તેમજ જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના હિલો ગામનો 36 વર્ષીય જેન્તી કાના વાઘેલા, ગીરગઢડાનો 31 વર્ષીય વિપુલ કરશન ચારોલીયા, જેતપુરમાં ધોરાજી રોડ પર રહેતો 22 વર્ષીય સંદીપ વિપુલ સુવારીયા અને 25 વર્ષે સંજય નરસિંહ કુવડીયા શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ શખ્સો પાસેથી ચોરીના 4 મોબાઇલ ફોન મળી આવતા રૂૂપિયા 35,000નો મુદ્દામાલ કબજે લઈ અટક કરી હતી. ત્યારે મોબાઈલ ચોર અન્ય કોઈ ચોરીના ગુનામાં સંડોવાયા છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.