પાલિકા-પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ, ખાલી બેઠકોની માહિતી માગતા કલેક્ટર
થોડા દિવસોમાં જ ગ્રામ પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે અને ગણતરીના દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી તેવી શક્યતા છે ત્યારે અત્યારથી જ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે અને રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી દ્વારા રાજકોટની 596 ગ્રામ પંચાયતની ખાલી પડેલી બેઠકોની માહિતી મંગાવવામાં આવી છે. અને તાત્કાલિક માહિતી આપવા પણ સૂચના આપી દેવામાં આવી છે.
આગામી સમયમાં ચૂંટણીઓ યોજવા જઈ રહી છે ત્યારે તંત્ર કામે લાગી ગયું છે અને મોટાભાગની તૈયારીઓ પણ ચૂંટણીનો લાઇવ કરી લેવામાં આવી છે. રાજકોટ જિલ્લાની પાંચ જેટલી નગરપાલિકા તેમજ કેટલીય તાલુકા પંચાયતની ખાડી પરણેલી બેઠકો અને ગ્રામસરાજની ચૂંટણી યોજવા જઈ રહી છે. જેને લઇ તંત્ર દ્વારા તૈયારીઓ પણ મોટાભાગની પૂર્ણ કરી દેવામાં આવી છે. કલેક્ટર દ્વારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંચાયતની ખાલી પડેલી બેઠકોની માહિતી મંગાવવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ તાલુકા પંચાયતની ખાલી પડેલી છ બેઠકો પર ચૂંટણી અધિકારીની નિમણૂક પણ કરી દેવામાં આવી છે જેમાં ગોંડલ તાલુકાની સુલતાનપુર, ઉપલેટાની ડુમિયાણી, મોટી પાનેલી, જસદણ તાલુકાના 01 આંબરડી, ભાડલા અને જેતપુર તાલુકાના પીઠડીયા સહિતની બેઠકો પર તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અધિકારીઓને નિમણૂક પણ કરી દેવામાં આવી છે.