For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નાયબ ખેતી નિયામક વર્ગ-1 અને વર્ગ-2ની પરીક્ષા 28 ઓગસ્ટે યોજાશે

01:18 PM May 30, 2025 IST | Bhumika
નાયબ ખેતી નિયામક વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા 28 ઓગસ્ટે યોજાશે

વર્ગ-1ની પરીક્ષા રદ કર્યા બાદ કાલે યોજાનાર વર્ગ-2ની પરીક્ષા પણ મુલતવી

Advertisement

GPSC દ્વારા લેવાનાર નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષા મુલ્તવી રાખવામાં આવી છે જે હવે 28 ઓગસ્ટના યોજવામા આવશે.

તા. 27.05. ના નાયબ ખેતી નિયામક/જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 ની પરીક્ષા અંગે તા.28.05 ના ઉમેદવારોએ આવીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે પરીક્ષામાં પૂછાયેલ મોટાભાગના પ્રશ્નો પુસ્તક-1 Fundamentals of Agriculture Volume-1 તથા પુસ્તક-2 Fundamentals of Agriculture Volume-2માં આપેલા હેતુલક્ષી પ્રશ્નોમાંથી પૂછવામાં આવેલ છે. ઉમેદવારોની ઉકત રજૂઆતની ચકાસણી કરતાં, તેમાં તથ્ય જણાયેલ હોઈ, જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતાં તમામ ઉમેદવારોને એકસરખી તક મળે તે હેતુથી, આ પરીક્ષા રદ કરવામાં આવે છે.આગામી તા.31.05 ના રોજ લેવાનાર મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 ની પરીક્ષામા પણ સમાન અભ્યાસક્રમ હોઈ તેમાં પણ જુદા જુદા સ્ત્રોતોથી તૈયારી કરતા ઉમેદવારોને સ્પર્ધાની સરખી તક મળે તે હેતુથી આ પરીક્ષા પણ મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે.હવે પછી આ બન્ને ભરતી માટે એટલેકે નાયબ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારી, વર્ગ-1 તથા મદદનીશ ખેતી નિયામક, વર્ગ-2 માટે સંબંધિત વિષયની એક જ પરીક્ષા સંયુક્ત રીતે તા. 28 ઓગસ્ટ ના રોજ યોજવામાં આવશે અને તેમાં બન્ને જાહેરાતમા ઉમેદવારી નોંધાવેલ હોય તેવા ઉમેદવારોએ મેળવેલ ગુણ બન્ને ભરતીમાં ધ્યાને લેવામાં આવશે. તેમ જણાવવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement