પૂર્વ બોયફ્રેન્ડ ત્યક્તાની પાછળ પડી ગયો, રસ્તામાં રોકી સંબંધ રાખવા દબાણ ર્ક્યું
મહિલાનું બાવડું પકડ્યું ત્યારે રિક્ષા લઇ નીકળેલો તેનો ભાઇ વચ્ચે પડતા તેમને પણ માર માર્યો
શહેરમાં કાલાવડરોડ પર મંદિરે દર્શન કરવા જઇ રહેલી મહિલાનું બાવડુ પકડી પરાણે સબંધ રાખવા દબાણ કરતા પૂર્વ બોયફે્રન્ડ વિરુદ્ધ યુનિવર્સિટી પોલીસ મથકમાં છેેડતી તેમજ પીછો કરવા અંગેની ક્લમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
બનાવની મળતી વિગતો મુજબ, યુનિવર્સિટી રોડ પર રહેતી ત્યક્તાએ પોલીસ ફરિયાદમાં અગાઉ પાડોશમાં રહેતો હર્ષ હેંમતસિંહ ડોડીયાનું નામ આપતા તેમની સામે ફરિયાદ નોંધાઇ છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, તેઓના 2023માં છોટાછેડા થઇ ગયા બાદ પોતે તેમના સંતાનો સાથે રહે છે.
તે જે જગ્યાએ રહે છે ત્યાં અગાઉ હર્ષ ડોડીયા પણ રહેતો હતો ત્યારે તેમણી સાથે સંપર્ક થતા બન્ને એકબીજા સાથે ફોન પર વાતચીત કરતા હતા અને બહાર મળતા પણ હતા. ત્યાર બાદ બે મહિના પહેલા હર્ષે ઘર પાસે આવી મહિલા સાથે ગેરવર્તન કરતા મહિલાએ સબંધ પૂરો કરી નાખ્યો હતો. તેમ છતાં હર્ષ સબંધ રાખવા માટે ઘર પાસે આવી ગાળો બોલતો અને ઘરના સભ્યોને માર નાખવાની ધમકી આપતો હતો.
ગઇકાલે મહિલા કાલાવડ રોડ પર આવેલા મંદિરે જઇ રહી હતી ત્યારે હર્ષ રસ્તામાં વાહન લઇ ઉભો હોય તેમણે મહિલાને ઉભું રહેવાનું કહેતા મહિલાએ મારે તારી સાથે કોઇ વાત કરવી નથી તેમ કહીં ત્યાંથી નીકળતા હર્ષે પીછો કરી મહિલાને આંતરી હતી અને મહિલાનું બાવળું પકડી ગાળો આપી ઢીકા પાટુનું માર માર્યો હતો.
તેમજ હર્ષે કહ્યુ હતુ કે, તું કોની સાથે વાતો કરે છે, તને પતાવી દેવી છે અને ટાટીયા ભાંગી નાખવા છે તેમ કહીં સબંધ રાખવા દાબણ કર્યુ હતુ. ત્યાર બાદ ત્યાંથી તેમનો સગો ભાઇ રીક્ષા લઇ નીકળતા તેમણે મહિલાને બચાવતા હર્ષે યુવાન પર હુમલો ર્ક્યો હતો. આ મામલે રાજકોટ તાલુકા પોલીસ મથકમાં મહિલાએ ફરિયાદ નોંધવતા હર્ષે વિરુદ્ધ છેડતી, પીછો કરવો, મારમારી અને તેમજ જાહેરમાં ગેરવર્તન કરી ગાળો આપવા અંગેની ક્લમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.