જામનગરમાં મીશ્ર ઋતુથી રોગચાળો વધ્યો: જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડ
જામનગર સહિતના વિસ્તાર માં બેવડી સિઝન ના કારણે રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. જી.જી. હોસ્પિટલમાં દર્દીઓ ની બેકાબુ ભીડ જોવા મળી રહી છે.
શિયાળાની સિઝન નો ધીમા પગલે પ્રારંભ થઈ રહ્યો છે. મોડી રાત્રે વાતાવરણમાં ઠંડક નો અહેસાસ અનુભવાઈ રહ્યો છે, જ્યારે બપોરે હજુ ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે, તો સાથોસાથ હજુ વાતાવરણમાં માવઠાની અસર પણ જોવા મળે છે. આમ મિશ્ર ઋતુના કારણે બીમારીનું પ્રમાણ વધવા પામ્યું છે. ઘરે ઘરે શરદી-ઉધરસ, તાવ, પેટ ની બીમારી વિગેરે રોગના દર્દીઓ જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર ની સૌથી મોટી જામનગર ની જી.જી. હોસ્પિટલ માં દર્દીઓ ની ભારે ગીર્દી જોવા મળી રહી છે. કેસ મેળવવા, ડોક્ટરને બતાવવા અને દવા બારીમાંથી દવા લેવા માટે દર્દીઓ ની લાંબી કતારો જોવા મળી રહી છે. કેસ બારી માં લાઈનો જોવા મળે નહીં તે માટે આભા કાર્ડ, નોંધણી ની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ લોકો ઓછા પ્રમાણ માં તેનો લાભ લઈ રહ્યા છે, જે માટે જાગૃતિ લાવવાની જરૂૂર છે.