રોગચાળાએ વધુ એક ભોગ લીધો, તાવ-આંચકીથી 1 વર્ષના બાળકનું મોત
રાજકોટ સહિત રાજયભરમા રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અવાર નવાર રોગચાળાનાં કારણે અનેક લોકોનાં મોત નીપજયા છે. ત્યારે વધુ એક બનાવમાં જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતા એક વર્ષના માસુમ બાળકનુ તાવ-આચકીથી મોત નીપજયુ હતુ. માસુમ બાળકના મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતા પરીવારનો આયુષ કીર્તિરાય કુસ્વાહ નામનો એક વર્ષના બાળકને તાવ આચકીની બીમારી સબબ તાત્કાલીક સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પીટલમા દાખલ કરવામા આવ્યો હતો.
જયા માસુમ બાળકનુ સારવાર દરમ્યાન મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી બાળકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથીમક તપાસમા મૃતક બાળક એક ભાઈ ત્રણ બહેનમાં નાનો હતો અને તેનું તાવ આચકીની બીમારી સબબ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.