અકસ્માતમાં મૃત્યુ પામેલા ઉમરાળાના ત્રણેય યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હીબકે ચડ્યુ
ગઈકાલે વહેલી સવારે પાળિયાદ પાસે અકસ્માત સર્જાયો હતો
બોટાદ જિલ્લા પાળીયાદ-રાણપુર હાઈવે રોડ પર ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ના 3 યુવાનો ના કમકમાટી ભર્યા મોત થતાં ઉમરાળા ગામ માં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના ઉમરાળા ગામના મુકેશભાઈ ગોહીલ હીરાનું કારખાનું ચલાવતા હતા અને નવરાત્રી મહોત્સવ નિમેતે કારખાનાં કારીગરો અને તેમના પરીવાર સાથે તેઓ વિરપુર, ખોડલધામ, કાગવડ ધામે દર્શન કરવા ગયાં હતાં અને દર્શન કરીને પરત ફરતાં હતાં ત્યારે બોટાદ જિલ્લાના પાળીયાદ-રાણપુર હાઈવે રોડ પર સાંકરડી ગામ નજીક ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાણપુર તાલુકાના ઉમરાળા ગામના 3 યુવાનો ના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતાં.
(1) મુકેશભાઈ બુધાભાઈ ગોહીલ ઉંમર.40 વર્ષ (2)વલ્લભભાઈ વસરામભાઈ ગોહીલ ઉ.37 અને (3)અલ્પેશભાઈ બચુભાઈ વસાણી ઉ.35 વર્ષ નું મોત થતા ઉમરાળા ગામ માં શોકનું મોજું ફરી વળ્યું હતું અને ત્યારે તેમની ત્રણેય યુવાનો ની અંતિમયાત્રા એક સાથે કાઢવામાં આવી હતી અને ત્રણેય યુવાનો એક સાથે જ અગ્નિ સંસ્કાર પણ કરવામાં આવ્યો હતો ત્યારે અંતીમ યાત્રામાં ઉમરાળા ગામ આખું જોડાયું હતું અને ઉમરાળા ગામ આખું હીબકે ચડતા ગામ માં શોકનું મોજું ફરી વળ્યું હતું અને લક્ઝરી બસમાં સવાર 20 થી 25 લોકો ને નાની મોટી ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.