રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નવાગામના ગોડાઉનમાંથી કર્મચારીએ ત્રણ મિત્રો સાથે મળી ચોરીને અંજામ આપ્યો

04:52 PM Jul 01, 2024 IST | admin
Advertisement

નાનામવા રોડ પર જીવરાજ પાર્કમાં સ્પીડવેલ હાઈઝ-એ-501માં રહેતા વિવેકભાઈ રજનીકાંતભાઈ ચનીયારા (ઉ.વ. 29)એ નવાગામમાં આવેલ મારૂૂતી એન્ટરપ્રાઇઝમાંથી તસ્કરો 10 ટીવી, 2 હોમ થીયેટર અને 2 સાઉન્ડ બાર મળી રૂૂા. 2.50 લાખની ચોરી કર્યાની કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઇ વી.આર. રાઠોડ અને ટીમે ગુનો નોંધી તપાસ ચાલુ કરી છે. આ મામલે કુવાડવા પોલીસે બાતમીને આધારે ટોળકીના ચાર શખ્સોને ઝડપી લીધા હતા અને તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement

આ સમગ્ર ઘટનામાં કુવાડવા પોલીસના પીઆઇ રાઠોડની રાહબરીમાં પીએસઆઈ એ.બી.ઝાલા, અજયભાઈ નિમાવત,યુવરાજસિંહ જાડેજા,સુરેશભાઈ કુંભખા સહિતના સ્ટાફે બાતમીને આધારે ઘટનાના સીસીટીવી ફુટેઝ મેળવી આરોપીઓની ઓળખ મેળવી હતી અને ગઈકાલે બાતમીને આધારે તમામ ચોરાઉ માલસામાન વેંચવા નીકળેલા આરોપીઓને દબોચી લીધા હતા અને તમામની પૂછપરછ કરતા હેમાગભાઈ જગદિશભાઈ જીજવાડીયા(ઉ.વ. 19 ધંધો. રેકડી ચલાવે રહે. ચોરા વાળી શેરી માધવ ક્લીનિકની બાજુમાં નવાગામ (આણંદપર) તા.જી. રાજકોટ), સુનિલભાઇ રણછોડભાઈ મોરવાડીયા(ઉ.વ. 20 ધંધો. મંજુરી રહે. ચોરા વાળી શેરી માધવ ક્લીનિકની બાજુમાં નવાગામ (આણંદપર) તા.જી. રાજકોટ),દર્શન જાદવભાઇ ગોધાણી(ઉ.વ. 21 ધંધો. મજુરી રહે. ચોરા વાળી શેરી માધવ ક્લીનિકની બાજુમાં નવાગામ (આણંદપર) તા.જી. રાજકોટ) અને ભાવિન વિનોદભાઇ મોરવાડીયા(ઉ.વ. 19 ધંધો. ઇમીટેશન રહે.ચોરા વાળી શેરી માધવ ક્લીનિકની બાજુમાં નવાગામ (આણંદપર) તા.જી. રાજકોટ)ને ઝડપી લઇ ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ ઘટનામાં તમામની પુછપરછ કરતા દર્શન જે આ એન્ટરપ્રાઇઝમાં નોકરી કરે છે.કારખાનામાં માલ આવતા જ તેમણે ચોરીનો પ્લાન ઘડી તેમના મિત્રો સાથે મળી ચોરી કરી હતી.દર્શન આર્થિક ભીંસમાં હોય તેમજ મિત્રોને પણ પૈસાની જરૂૂરિયાત હોય માટે ચોરી કરી હોવાનું હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળે છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newstheft
Advertisement
Next Article
Advertisement