શિક્ષણ બોેર્ડે ભૂલ સુધારી, ધુળેટીના દિવસે લેવાનારી ધો.10-12ની પરીક્ષાનું નવું ટાઈમ ટેબલ જાહેર કર્યુ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે. ધુળેટીની જાહેર રજામાં બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરીક્ષાની તારીખ હવે બદલી દેવામાં આવી છે.
ધોરણ 10ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા 4 માર્ચના બદલે હવે 18 માર્ચના રોજ લેવામાં આવશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની 4 માર્ચે યોજાનારી નામાના મૂળતત્વો, ઇતિહાસ, જીવવિજ્ઞાન અને કૃષિ રસાયણ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રની પરીક્ષા 18 માર્ચના રોજ યોજવામાં આવશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 4 માર્ચે યોજાનાર જીવ વિજ્ઞાનની પરીક્ષા હવે 16 માર્ચના રોજ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી લેવામાં આવશે. અને સંસ્કૃત પ્રથમાની 16 માર્ચના રોજ સવારે 10 વાગ્યાથી 1.15 વાગ્યા સુધી જ્યારે સંસ્કૃત મધ્યમાની 16 માર્ચના બપોરે 3 વાગ્યાથી 6.16 વાગ્યા સુધી લેવામાં આવશે.
જાહેર રજાના દિવસે બોર્ડનું પેપર રાખવામાં આવતાં વાલીઓ અસમંજસમાં મુકાયા હતા ધુળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. રંગોના તહેવારના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતામાં મુકાયા છે. જો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ નથી કરવામાં આવી. અગાઉ પણ વર્ષ 2023માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ બાદ રજૂઆતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેથી આ વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતાં હવે એમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
આ સાથે જ ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં આગામી 29 માર્ચ, 2026ના રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લાકક્ષાનાં કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે. ૠઞઉંઈઊઝ 2026ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ આગામી સમયમાં જાહેર કરાશે. ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ સહિતની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ લતયબ.જ્ઞલિ પર જાહેર કરવામાં આવશે. પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિંદી ત્રણ માધ્યમમાં આપી શકાશે.