લીમડા ચોકમાં વૃધ્ધનો ભોગ લેનાર કારચાલકનો 36 કલાકે પણ પત્તો નહીં
લીમડા ચોક પાસે રવિવારે સવારે કારે હડફેટે લેતાં મોપેડ પર જતા મીઠાભાઈ શામજીભાઈ ધંધુકિયા (ઉ.વ.65)નું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત સજ્યાં બાદ કાર ચાલક ભાગી ગયો હતો. એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ શરૂૂ કરી છે.
વધુ વિગતો મુજબ,ભોમશ્વર વાડી 2/5ના ખૂણે રહેતા મીઠાભાઈ રવિવારે સવારે આઠેક વાગ્યે ઘરેથી મોપેડ લઈ મજૂરી કામે જતા હતા. લીમડા ચોક પાસે પહોંચતાં પૂરપાટ વેગે નીકળેલી કારે હડફેટે લેતાં માથામાં થયેલી ગંભીર ઈજાને કારણે સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માતના પગલે સ્થળ ઉપર માણસો ભેગા થઈ ગયા હતા. જાણ થતાં એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂૂરી કાર્યવાહી કરી, મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અકસ્માત સર્જનાર કાર ચાલકના સ્થાનિક લોકોએ ફોટા પાડી લીધા હતા. જેના આધારે બ્રેઝા કાર જૂનાગઢની હોવાની માહિતી પોલીસને મળી છે. મૃતકને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.જેમાંથી એક પુત્રી પરિણીત છે. મૃતકનો પુત્ર ધર્મેશ (ઉ.28) મેટોડામાં કામ કરે છે. એ ડિવિઝન પોલીસે તેની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.