For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલાવડ રોડ ઉપર વૃદ્ધાને કાર નીચે કચડી નાખનાર ચાલક પકડાયો

04:30 PM Jul 13, 2024 IST | Bhumika
કાલાવડ રોડ ઉપર વૃદ્ધાને કાર નીચે કચડી નાખનાર ચાલક પકડાયો
Advertisement

કણકોટના પાટીયા પાસે કાલાવડ રોડ પર બનેલા હિટ એન્ડ રનના બનાવમાં વૃધ્ધાને કાર નીચે સાડા ત્રણ કિ.મી.ઢસડી કચડી નાખી ભાગી ગયેલા કાર ચાલકને તાલુકા પોલીસે સકંજામાં લીધો છે. જેની વિશેષ પુછપરછ અને મેડીકલ ચેકઅપ માટેની તજવીજ હાથ ધરાઈ છે. પોલીસે તપાસ કરતાં આ ઘટનામાં અકસ્માત સર્જનાર કાર ચાલક અને કાર માલિકની ઓળખ પોલીસને મળી છે. ધોરાજી રહેતા સાળાની કાર લઈને નીકળેલા મુળ જૂનાગઢના રહેવાસી અને હાલ મેટોડા રહેતાં તેના બનેવીએ પુરપાટ ઝડપે અર્ટિકા કાર ચલાવીને વૃધ્ધાને કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. આ બનાવમાં તાલુકા પોલીસની અલગ અલગ ટીમોને તપાસ કરીને કાર ચાલક જયેશ કિશોર દવેરાના પરિવારજનોની પુછપરછ શરૂ કરી હતી. દરમિયાન ચાલક જયેશ દવેરા પોલીસ સકંજામાં આવી ગયો છે.

કાલાવડ રોડ પર કણકોટના પાટીયા પાસે બનેલા હિટ એન્ડ રનના બનાવમાં કણકોટ ગામે રહેતા વિજયાબેન બીજલભાઈ બથવાર કે જેઓ કચરો વિણવા નીકળ્યા હોય ત્યારે અર્ટિકા કારના ચાલકે તેમને હડફેટે ચડાવી સાડા ત્રણ કિલોમીટર સુધી ઢસડયા હતાં. જેમાં તેમનું મોત થયું હોય આ ઘટનામાં તાલુકા પોલીસે મૃતકના પુત્ર જગદીશભાઈ બીજલભાઈ બથવારની ફરિયાદના આધારે બેદરકારીથી કાર ચલાવવા બદલ ગુનો નોંધ્યો છે. જેમાં અકસ્માત સર્જનાર કાર જી.જે.3 એન.કે.2095ના ચાલકે અકસ્માત સર્જયો હોય જેની તપાસમાં આ કાર ધોરાજીનાં સતિષભાઈ કાંતિભાઈ સિંધવની હોવાનું જાણવા મળ્યું હતું. તાલુકા પોલીસે કારના માલિક સંતોષ સિંધવને સકંજામાં લઈ કાર બાબતે પુછપરછ કરતાં જી.જે.3 એમ.કે.2095 નંબરની કાર મુળ જૂનાગઢના વતની અને હાલ મેટોડા રહેતા તેના બનેવી જયેશ કિશોર દવેરા લઈ ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું.

Advertisement

તાલુકા પોલીસ તપાસ અર્થે મેટોડા દોડી ગઈ હતી અને તપાસ કરતાં ઘરને તાળુ મારી જયેશ દવેરા ફરાર થઈ ગયો હતો. જ્યારે જયેશના ઘર પાસેથી આ કાર રેઢી મળી આવી હોય તેને કબજે કરવામાં આવી હતી. જયેશની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તેના પરિવારજનો અને સગા સ્નેહીઓને ત્યાં પોલીસ જયેશને શોધવા માટે પહોંચી હતી. બીજી તરફ આ ઘટના બાદ જયેશ ડરી ગયો હોય જેથી ભાગી છુટયો હતો. અંતે પોલીસની ભીંસ વધતા તે તાલુકા પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો. આ મામલે તાલુકા પોલીસે જયેશનું મેડીકલ કરાવવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક પુછપરછમાં જયેશ ડ્રાઈવીંગનું કામ કરતું હોવાનું અને તે બનાવના દિવસે કાર લઈને નીકળ્યો હોય ત્યારે અકસ્માત કર્યાનું કબુલ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement