ડે.કમિશનર ઝોનમાં બેસી લોકોની ફરિયાદો સાંભળે: મ્યુનિ.કમિશનર
ત્રણેય ઝોનલ કેચરી ખાતે અલગ-અલગ વિભાગની જવાબદારી સોંપી એક વધારાનું હેડકવાર્ટર બનાવાયું
ડે.કમિશનર પોતાના ઝોન વિસ્તારોમાં ફેરણી કરી મોનિટરિંગ કરી શકશે
રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ શહેરીજનોને પોતાના નિવાસ સ્થાનથી નજીકના સ્થળે મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની કામગીરી ઝોનવાઈઝ કાર્યરત કરવામાં આવેલ છે, હાલ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમા કુલ-03 ઝોન કાર્યરત છે અને ઝોનવાઇઝ નાયબ મ્યુનિસિપલ કમિશનરને ફાળવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના ઝોનવાઇઝ નાયબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઝોનની વહીવટી/ટેકનિકલ અને ફીલ્ડની કામગીરી હાલ કરવામાં આવે છે. હાલ શહેરની જરૂૂરીયાત મુજબ ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝોન ખાતે જ વધુ સમય ફાળવે, ઝોન ખાતે જ નાગરિકોને સાંભળે, ફેરણી કરી શકે તેમજ યોગ્ય મોનિટરીંગ કરી શકે જેથી વહીવટી સુગમતા માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર)ની જગ્યા કાર્યરત કરવાનો આથી હુકમ કરવામાં આવે છે તેમજ ચારેય નાયબ મ્યુનિસિપલ કમિશનરઓને નીચે મુજબ શાખાઓની ફાળવણી કરવાનો મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ હુકમ કરેલ છે.
હાલ નાયબ મ્યુનિસિપલ કમિશનર તરીકે ઈસ્ટ ઝોનમાં મહેશ જાની, વેસ્ટ ઝોનમાં ચેતન નંદાણી, સેન્ટ્રલ ઝોનમાં હર્ષદ પટેલ ફરજ બજાવી રહ્યા છે. જયારે આજે તા.23-09-2025ના રોજ મ્યુનિસિપલ કમિશનરએ નાયબ મ્યુનિસિપલ કમિશનર (હેડ ક્વાર્ટર) તરીકેની જવાબદારી સમીર ધડુકને સુપરત કરવા હુકમ કરેલ છે.
નાયબ મ્યુનિસિપલ કમિશનર(હેડ ક્વાર્ટર) તથા ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનરે કરવાની થતી કામગીરી ફાળવેલ શાખાઓનુ સમયાંતરે રીવ્યુ, ઓવરઓલ સુપરવિઝન, મોનિટરીંગ કરવાનું રહેશે.
ફાળવેલ શાખાઓની નિર્ણય અર્થેની ફાઇલો તેમજ સ્થાયિ સમિતિ, સામાન્ય સભા અને અન્ય સમિતિમા રજુ કરવાની થતી દરખાસ્તો અમો સમક્ષ રજુ કરવાની રહેશે. સરકાર દ્વારા માંગવામાં આવતી લોકાર્પણ, ખાતમુહૂર્તની વગતો નિયત નમુના મુજબ અલગ-અલગ પત્રકમાં તૈયાર કરાવી, જે-તે શાખા/વિભાગ પાસેથી ખરાઇ કરાવી અમો સમક્ષ રજૂ કરવાની રહેશે. સરકાર તરફથી આવતી તમામ સુચનાઓ તેમજ માહિતીનું સંકલન, સુપરવિઝન તેમજ રિપોર્ટીગ, સંસદસભ્ય, ધારાસભ્ય, પદાધિકારીઓ નગર સેવકો ના પ્રશ્નોનું સંકલન કરવાનું રહેશે.
હેડ ક્વાર્ટરની બેઠક વ્યવસ્થા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે રહેશે ઝોનલ નાયબ મ્યુનિસિપલ કમિશનરને ફાળવેલ શાખાઓનુ સમયાંતરે રીવ્યુ, ઓવરઓલ સુપરવિઝન, મોનિટરીંગ કરવાનું રહેશે. ફાળવેલ શાખાઓની નિર્ણય અર્થેની ફાઇલો તેમજ સ્થાયિ સમિતિ, સામાન્ય સભા અને અન્ય સમિતિમા રજુ કરવાની થતી દરખાસ્તો અમો સમક્ષ રજુ કરવાની રહેશે ઝોનની બાંધકામ, વોટર વર્ક્સ, ડ્રેનેજ, સેનિટેશન, આરોગ્ય, દબાણ હટાવ, ટેક્સ તેમજ વોર્ડ ઓફીસરની તમામ કામગીરીનો રીવ્યુ અને સુપરવિઝન કરવાનું રહેશે.
આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ સેવાઓ માટે ઝોનલ કક્ષાએ કરવાની થતી કામગીરી તથા તેનો રીવ્યુ અને સુપરવિઝન કરવાનું રહેશે. (ટેકનિકલ કામોની ફાઇલો સીટી એન્જીનીયરએ ઝોનલ નાયબ કમિશનર મારફત અમો સમક્ષ રજુ કરવાની રહેશે.) મહાનગરપાલિકાની તમામ ઝોનલ કચેરીઓ(તાંત્રિક અને વહીવટી), ફરિયાદો વિગેરેનો નિકાલ સંબંધિત ઝોનલ નાયબ કમિશનરએ કરવાનો રહેશે.
સેન્ટ્રલ ઝોન ડે.કમિશનરની કામગીરી
આવાસ યોજના (વહીવટી અને ટેકનિકલ), સેન્ટ્રલ સ્ટોર વિભાગ(સ્ટેશનરી),ચુંટણી તથા વસ્તી ગણતરી વિભાગ,સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, WoW Cell (SWM), એસ્ટેટ શાખા, મહાત્મા ગાંધી મ્યુઝીયમ, માર્કેટ શાખા, દબાણ હટાવ વિભાગ, સેન્ટ્રલ ઝોનના તાંત્રિકી વિભાગ (બાંધકામ, વો.વ., ડ્રેનેજ),
ઇસ્ટ ઝોન ડે.કમિશનરની કામગીરી
સેન્ટ્રલ વર્કશોપ, પ્રાણી સંગ્રહાલય શાખા, મહેકમ શાખા, સુરક્ષા વિભાગ, વિજીલન્સ શાખા, વિજીલન્સ(ટેક.) શાખા, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિઝ, ડીઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફીસર, આજી રીવર ફ્રન્ટ ડેવ, વોટર મેનેજમેન્ટ યુનિટ (વોટર વર્કસ પ્રોજેક્ટ તેમજ ડ્રેનેજ પ્રોજેક્ટ), સેન્ટ્રલ સ્ટોર (એન્જી.), (RSCDL), ICCC, સેલ, AMRUT, SJMMSVY, ટ્રાફિક, ટ્રાન્સપોર્ટ અને પાર્કિંગ મેનેજમેન્ટ, રાજકોટ રાજપથ લી.(RRL-SPV), ઈસ્ટ ઝોનના તાંત્રિકી વિભાગ (બાંધકામ, વો.વ., ડ્રેનેજ),