સોમનાથમાં બીજા દિવસે પણ તંત્રએ ચાલુ રાખ્યું ડિમોલિશન
250 વીઘા ખુલ્લી કરાયેલી જગ્યા પર ફરી દબાણ ન થાય તે માટે ફન્સિંગ બાઉન્ડરી બંધાઇ
સોમનાથ મંદિર નજીક ચાલી રહેલા ડીમોલીશનમા આજે બીજા દિવસે પણ વહેલી સવારથી જ આ સ્થળ પર બચેલા અન્ય દબાણો પર પણ હિટાચી મશીનો અને બુલડોઝર ધમધમતા હતા. ગઈકાલે 250 વિધા જેટલી વિશાળ સરકારી જમીન ઉપર જમીનદોસ્ત કરાયેલા અનઅધિકૃત બાંધકામોનો કાટમાળ દુર કરવા મોટા પાયે કામગીરી ચાલુ હતી. જેમાં તંત્રના જણાવ્યા મુજબ 12 જેસીબી મશીન, 8 હિટાચી મશીન, 25 ટ્રેક્ટર, 20 ડમ્પરઅને 1 ગ્રેડર મશીન મારફતે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ તમામ કામગીરીનું મોનીટરીંગ જુદા જુદા અધિકારીઓ સ્થળ ઉપર કરી રહ્યા હતા. તંત્ર દ્વારા આ સ્થળ પાસે આવેલ કબ્રસ્તાન ફરતે સોમનાથ મંદિર ટ્રસ્ટના સહયોગથી ફેન્સીગ બાઉન્ડ્રીની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
આજે બીજા દિવસે પણ સોમનાથ રોડ ઉપર ભીડીયા સર્કલ તથા ગુડલક સર્કલના બંન્ને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેરઠેર બેરીકેટ મૂકીને પોલીસ સ્ટાફ તૈનાત કરી લોકો અને વાહનોની અવર-જવર બંધ રાખવામાં આવી હતી. જોડીયા શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈંટો ઉપર એસઆરપી અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત રાખેલ હતો.
આજે સાંજ સુધીમાં મોટાભાગના કાટમાળને નજીકના ખાડાવાળા વિસ્તારમાં ડમ્પ કરી જમીનને સમતલ કરવાની કામગીરીને આખરી ઓપ અપાઈ જવાની સંભાવના છે. આ કામગીરી પુર્ણ થયા બાદ ડીમોલેશન કરાયેલ 250 વિઘા સરકારી જમીન ઉપર ફરી દબાણ ના થાય તે માટે આ જગ્યા પર પ્રવેશ પ્રતિબંધની સાથે ચારે તરફ ફરતી ફેન્સીંગ બાઉન્ડ્રી બાંધવાના નિર્માણની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવા તંત્રએ તૈયારીઓ કરી લીધી છે. ફેન્સીગ બાઉન્ડ્રી માટેની જરૂૂરી સાધન સામગ્રી પણ સ્થળ પર પહોંચતી કરી દેવાઈ છે.
દબાણોવાળાં સ્થળને ચારેય તરફથી કોર્ડનકરાયાં
આ ડિમોલિશનની કામગીરીને લઈ કોઈઅનિચ્છનીય ઘટના ન બને એ માટે સવારથીજ દબાણોવાળાં સ્થળને ચારેય તરફથી પોલીસછાવણીમાં ફેરવી કોર્ડન કરી દેવામાં આવ્યાંહતાં, જેમાં ભીડિયા સર્કલ તથા સોમનાથનાગુડલક સર્કલના બન્ને તરફના એન્ટ્રી પોઈન્ટોતથા રસ્તા પર ઠેર-ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસસ્ટાફ તહેનાત કરીને લોકોની અને વાહનોનીઅવરજવર બંધ કરાવી છે. વેરાવળ-સોમનાથશહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપરએસ.આર.પી.અને પોલીસ સ્ટાફનો બંદોબસ્તતહેનાતકરવામાં આવ્યો છે.
કાટમાળ ખસેડતું તંત્ર
સોમનાથ મા મહા ડીમોલશન મા 9 ધાર્મિક સહિત 60 ગેરકાયદેસર ઉપર મહા ડીમોલશન બાદ બીજા દિવસે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત જોવા મળેલ છે અને બીજા દિવસે ડીમોલેશ ની જગ્યા એથી કાટમાળ ખસેડવાની કામગીરી થય રહેલ છ ે. પોલીસ બંદોબસ્ત બાબતે પ્રભાસપાટણ પી આઈ એ જણાવ્યું કે અત્યારે પોલીસ નો જે બંદોબસ્ત છે તે જાળવી રાખવામાં આવેલ છે પરંતુ જે પોલીસ ના જવાનો સતત બંદોબસ્ત કરી રહેલ છે તેની જગ્યાએ અન્ય પોલીસ સ્ટાફ ની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે અત્યારે જે સોમનાથ બાયપાસ થી ભીડિયા સર્કલ સુધી નો રસ્તો વાહન વ્યવહાર માટે બંધ છે તે બાબતે જણાવેલ કે આ બાબતે રાત્રીના પરીસ્થીતી ને ધ્યાને લઇ નિર્ણય કરવામાં આવશે અત્યારે જે બંદોબસ્ત છે તે જાળવી રાખવામાં આવશે જે જગ્યા એ ડિમોલેશ થયેલ છે તેની સામે અંદાજીત 150 ની આજુબાજુ મા મચ્છી ની કંપની ઓ આવેલ છે જેમા પ્રભાસપાટણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં થી આવતા મજુરો આવી શકતા નથી પરંતુ જે મજુરોને કંપની મા રહે છે અને અન્ય રસ્તા થી આવતા હોય તેના દ્વારા કામગીરી શરૂૂ છે.ડીમોલેશ ના બીજા દિવસે પણ પોલીસ એસ આર પી અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સખ્ત બંદોબસ્ત છે જેમા 1400 ની આજુબાજુ પોલીસ અને એસ આર પી સહિત અધિકારીઓ ખડે પગે જોવા મળી રહેલ છે.જીલ્લા મેજિસ્ટ્રેટ વેરાવળ અને પ્રભાસપાટણ શહેરી વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓને ને ભેગા થવા પર પ્રતિબંધ છે જે 30 તારીખ સુધી અમલમાં રહેશે. (તસવીર : દેવાભાઈ રાઠોડ)
વ્યક્તિઓના એકઠાં થવા પર પ્રતિબંધ
વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ જાહેર સુલેહ શાંતી જળવાઈ રહે તેસારૂૂ જિલ્લા મેજીસ્ટ્રેટ દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા વેરાવળ અને પ્રભાસ પાટણ શહેરી વિસ્તારમાં ચાર કે તેથી વધુલોકોને ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. આ જાહેરનામું તા.28/09/2024 થી તા.30/09/2024(બન્ને દિવસો સહિત) અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા2023નીકલમ223 હેઠળ શિક્ષાને પાત્ર થશે. વધુમાં, સોશિયલ મીડીયા કે અન્ય કોઈ માધ્યમથી અફવા, ઉશ્કેરણી જનક ભાષણો/પોસ્ટ/ઓડિયો/વિડીયો કે જેનાથી સામાજીક વૈમનસ્ય ફેલાય અને ધાર્મિક લાગણી દુભાઈ, તેવા વ્યકિત વિરૂૂધ્ધધોરણસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવેલ છે.
સોમનાથના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન
આજે સોમનાથના ઇતિહાસના સૌથી મોટામેગા ડિમોલિશનની વહેલી સવારે પાંચવાગ્યાથી શરૂૂ થયેલી કાર્યવાહીમાં 30 જેસીબી,5 હિટાચી, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સહિતનાંસાધનો મારફત દબાણો દૂર કરવાની કામગીરીહાથ ધરવામાં આવી છે. વહેલી સવારે દબાણોદૂર કરવાની કામગીરી શરૂૂ થઈ ત્યારે 70 થીવધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.આ કામગીરી વેળાએ વહીવટી રેવન્યુ, વીજ,પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોનાઅધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપરતહેનાત કરવામાં આવ્યા છે.