રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લોકાર્પણના બીજા જ દિવસે ઝનાના હોસ્પિટલ ધમધમી

05:19 PM Feb 26, 2024 IST | Bhumika
Advertisement

શહેરની સિવિલ હોસ્પીટલ નજીક જ ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવી ઝનાના હોસ્પીટલ લોકાર્પક્ષ થતાં શહેરીજનો તાલુકા જિલ્લાનાં લોકોને મેટરનીટી સંબંધી સારવારનો હવે મોંઘો ખર્ચ નહીં ભોગવવો પડે. ખાસ તો લોકાર્પણ થયાનાં બીજા જ દિવસે પુરતા તબીબી સ્થાને ઝનાના હોસ્પીટલને ધમધમતી કરી સારવાર નિદાન ઓપરેશન સેવા શરૂ થઇ જતાં સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ રાજીપો વ્યકત કરી પીડીયુ ટીમને અભિનંદન પાઠવી આભાર માન્યો હતો. આ અંગે વિસ્તૃત વિગતો આપતા ડો.ત્રિવેદીએ ગુજરાત મિરરને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રભની પ્રજાને ઝનાનાં હોસ્પિટલરૂપી એક નવી સુવિધા પ્રાપ્ત થઇ છે. વડાપ્રધાનના હસ્તે રવિવારે લોકાર્પણ કર્યાના બીજાજ દિવસે હોસ્પિટલને કાર્યરત કરવી એ કદાચ રાજયના ઇતિહાસમાં પ્રથમ ઘટના છે. કારણ કે ઘણી વખત સુવિધાઓનું લોકાર્પણ થઇ જતું હોય છે. પણ આવી સવિધાની ગાડી પાટે ચડાવવા ખાસ્સો સમય લાગતો હોય છે.
પરંત પીડીયુની ટીમની કાબિલેદાદ ફરજ, નિષ્ઠાથી ઝનાના હોસ્પીટલ ધમધમતી થઇ ગઇ છે. ડો.ત્રિવેદીએ વધુ વિગતો આપતા કહ્યું કે 800 બેડની સુવિધા ધરાવતી ઝનાના હોસ્પીટલમાં હાલ જુના દર્દીઓને શીફટ કરી દેવાયા છે. નવા દર્દીઓનું એડમીશન પણ રાબેતા મુજબ ચાલુ કરી દેવાયું છે.

Advertisement

ગ્રાઉન્ડ ફલોરમાં કેસ બારી, દવાબારી અને વેઇટીંગ રૂમની સુુવિધાનો દર્દીઓને લાભ મળવાનું શરૂ થઇ ગયું છે. અહીં દાખલ અને દાખલ નવી દર્દીઓ આવતી સગર્ભા મહીલાઓનું નિષ્ણાંત તબીબો દ્વારા ઉચિત કાઉન્સેલીંગ કરાય રહ્યું છે.

કિલિનિક ઉપરાંત નોર્મલ ડિલીવરી માટે ખાસ રૂમ અને સીઝેરીયન માટે અદ્યતન ઓપરેશન થિયેટર કાર્યરત થઇ ગયું છે. ડો.ત્રિવેદીએ ગઇકાલથી આજ સુધીમાં ઝનાના હોસ્પીટલમાં આવેલા દર્દીઓની સંખ્યા બાબતે જણાવ્યું હતું કે ગાઇનેક વિભાગની 247 દર્દીઓની ઓપીડી હતી જેમાં 28 આઇપીડી છે. જયારે પિડીયાટ્રીટ ઓપીડી 231 દર્દીઓમાંથી 27 આઇપીડી છે.

મિલ્ડ બેન્ક અંગે હજુ વધુ જાગૃતિ ફેલાવાશે
સુપ્રિર્ન્ટન્ડેન્ટ ડો.આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે કુપોષિત બાળકોનાં પોષણ માટે અત્રે શરૂ કરાયેલ મિલ્ડ બેંન્કમાં હજુ કોઇ મહિલા દાતાનું દુધ મળ્યું નથી કે એકત્ર થયું નથી પણ ક્રમશ: મિલ્ક બેન્કનો જરૂરિયાતમંદોને લાભ મળતો થઇ જશે. ટૂંકમાં મિલ્ક બેન્ક અંગેની જનજાગૃતિ માટે તેઓનું આરોગ્ય તંત્ર વધુ જહેમત ઉઠાવશે તેવું ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement