For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુનેગારોને એની જ ભાષામાં જવાબ આપવો પડે, વરઘોડો પણ કાઢવો જ જોઇએ

11:37 AM Dec 06, 2024 IST | Bhumika
ગુનેગારોને એની જ ભાષામાં જવાબ આપવો પડે  વરઘોડો પણ કાઢવો જ જોઇએ
Advertisement

અમદાવાદના ચાંદખેડાના 4 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરીને સરકાર અને પોલીસે દાખલો બેસાડ્યો છે. હરિચંદ્રસિંહ,કિરીટસિંહ,પન્નાલાલ અને ભરત ચૌધરીને સસ્પેન્ડ કરાયા છે. આ સસ્પેન્ડ થયેલા પોલસી કર્મચારીઓએ પોલીસની હત્યાનો પ્રયાસ કરનારા દંપતીને લોકઅપમાં સુવિધા આપી હતી. આરોપીને લોકઅપમાં સુવિધા આપવાથી ઝોન2ના DCPએ કાર્યવાહી કરતા ગુનેગારો સામે પોલીસ કાર્યવાહીની ગૃહ રાજ્યમંત્રીએ પ્રશંસા કરી હતી.

સસ્પેન્ડ કર્યા બાદ પોલીસકર્મીઓને ગૃહમંત્રીએ ચેતવણી આપી હતી. પોલીસને અપાયેલ દંડાનો ઉપયોગ કરવો જ જોઈએ. નિર્દોષ વ્યક્તિને ગુનેગારો પરેશાન કરશે તો વરઘોડો તો કાઢવો જ જોઈએ. તેમજ કોઈ ગુનેગારને પોલીસ પાણીનો ગ્લાસ ભૂલથી પણ ન આપવા તાકીદ કરતા જણાવ્યું કે અમે હાલ ફટાફટ નિર્ણય લઈ રહ્યા છીએ.જેથી રાજ્યના નાગરિકોને પોલીસ માન અને સન્માન આપે. તેમજ કોઈ વડીલ ફરિયાદ કરવા આવે તો તેને પાણીનો ગ્લાસ પણ આપે.

Advertisement

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, લોક ઉપયોગી, લોકોને મદદ કરવા માટે તેમજ લોકોને સહયોગ અને લોકોની સુરક્ષા માટે રાજ્યનાં ડીજીપી વિકાસ સહાય અને તેમની ટીમ નાના વિષયોમાં બદલાય, પોલીસનો પબ્લીક જોડે વ્યવહારમાં બદલાવ અને પોલીસ વધુમાં વધુ પબ્લીકને મદદ કેવી રીતે કરી શકે. તે દિશામાં પણ કામગીરી કરી રહી છે. તેના માધ્યમથી પણ રાજ્યનાં અનેક જીલ્લાઓમાં પણ ખૂબ મોટો બદલાવ આવ્યો છે.
હર્ષ સંઘવીએ પોલીસને કહ્યું હતું કે, દંડો જ્યાં જરૂૂર પડે ત્યાં છૂટથી વાપરવો જ જોઈએ. અને હું આ જાહેર મંચથી ખૂબ જ જવાબદારીથી કહું છું. જે ગુનેગાર જે ભાષા સમજતો હોય. જે ગુનેગારને જે ભાષા આવડતી હોય.એ જ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement