For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમવારે દેશની પ્રથમ વંદે-મેટ્રો ટ્રેન અમદાવાદ-ભુજ વચ્ચે દોડશે

04:55 PM Sep 13, 2024 IST | admin
સોમવારે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ ભુજ વચ્ચે દોડશે

વડાપ્રધાન લીલીઝંડી આપશે, 120 કિમીની ઝડપે 12 AC ડબ્બામાં સાડા પાંચ કલાકમાં 334 કિમીનું અંતર કાપશે; 1052 રૂા. ભાડુ અને રવિવારે રજા રહેશે

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે ભુજ અને અમદાવાદ વચ્ચે આ પ્રસ્તાવિત ટ્રેનને લીલી ઝંડી આપશે. સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી આ ટ્રેન સંપૂર્ણપણે એરકન્ડિશન્ડ છે.

વંદે મેટ્રોનું નિર્માણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની તર્જ પર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય લગભગ 150થી 200 કિલોમીટરના અંતરે સ્થિત બે શહેરો વચ્ચે મુસાફરીને સરળ બનાવવાનો છે. રોજબરોજ મુસાફરી કરતા નોકરીયાત લોકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ આ અંતર આરામથી ત્રણથી ચાર કલાકમાં પાર કરી શકશે. કુલ 12 વાતાનુકૂલિત કોચ ધરાવતી આ ટ્રેનની મહત્તમ ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક છે. ગયા અઠવાડિયે અમદાવાદ-ગાંધીધામ રૂટ પર તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ રન દરમિયાન ટ્રેનની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. ફાસ્ટ ટ્રેનોને અમદાવાદથી ભુજની મુસાફરીમાં લગભગ 6.5 કલાકનો સમય લાગે છે, પરંતુ વંદે મેટ્રોને 1.5 કલાક ઓછો સમય લાગે છે.

Advertisement

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર, તે અઠવાડિયામાં 6 દિવસ સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે. આ ટ્રેન રવિવારે નહીં ચાલે.

અમદાવાદ-ભુજ વચ્ચે 16 સપ્ટેમ્બરથી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ થઇ જશે. 334 કિલોમીટરની રૂૂટની આ ટ્રેનમાં ઈકોનોમી ક્લાસમાં રૂૂપિયા 1052 અને પ્રીમિયમ ક્લાસમાં રૂપિયા 1869નું ભાડું રહે તેવી સંભાવના છે. આ સ્થિતિએ ઈકોનોમી ક્લાસના મુસાફરોએ પ્રતિ કિલોમીટરનું રૂૂપિયા 3.14નું જ્યારે પ્રીમિયમ ક્લાસના મુસાફરોએ રૂપિયા 5.95નું ભાડું ચૂકવવું પડશે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર દેશની આ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન છે. અમદાવાદથી આ ટ્રેન સાંજે 5:30ના રવાના થઇને સાંજે 5:40ના સાબરમતી, સાંજે 5:47ના ચાંદલોડિયા પહોંચશે. સાબરમતી અને ચાંદલોડિયા સ્ટેશનમાં આ ટ્રેન 2-2 મિનિટ ઉભી રહેશે. આ ટ્રેન રાત્રિના 9:50ના ગાંધીધામ જ્યારે રાત્રે 11:10ના ભુજ પહોંચશે.
બીજી તરફ ભુજથી આ ટ્રેન સવારે 5:05ના રવાના થઇને સવારે 5:55ના ગાંધીધામ અને સવારે 10:50ના અમદાવાદ પહોંચશે. આમ, આ ટ્રેનથી અમદાવાદ-ભુજનું અંતર 5.45 કલાકમાં કાપી શકાશે. હાલ કચ્છ એક્સપ્રેસમાં આ અંતર કાપવામાં 6.30 કલાકનો સમય થાય છે. આમ, મુસાફરોની 45 મિનિટ બચશે. વંદે મેટ્રો સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ અને અંજારમાં ઉભી રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement