કોડીનારના વેલણ-કોટડા ગ્રામ પંચાયતનાં વિવાદાસ્પદ તલાટીમંત્રીની આખરે બદલી
મહિલા સરપંચ સાથે તુમાખીભર્યુ વર્તન, ભ્રષ્ટાચાર સહિતના અનેક આક્ષેપો બાદ તંત્ર એકશનમાં
કોડીનાર તાલુકાના વેલણ કોટડા સંયુક્ત ગ્રામ પંચાયતના નવા ચૂંટાયેલા મહિલા સરપંચ સામે તલાટી મંત્રી દ્વારા તુમાખી ભર્યા કરેલા વર્તન અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆતો થયા બાદ આ તલાટી મંત્રીની આખરે બદલી કરવામાં આવી છે કોડીનારના વેલણ- કોટડા ગ્રામ પંચાયતના સરપંચની પેટા ચૂંટણીમાં રમીલાબેન મહેશભાઈ સોલંકી જંગી બહુમતીથી ચૂંટાયા હતા અને તેમની પ્રથમ ગ્રામ સભામાં તલાટી મંત્રી દિનેશભાઈ દાયમા દ્વારા કરાયેલા આઘાતજનક વર્તનનો ભોગ બન્યા હતા.
અને સરપંચ તરીકે વહીવટી ચાજે પણ સોંપવામાં અખાડા કર્યા હતા બાદ મહિલા સરપંચ દ્વારા મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી દિનેશભાઈ દાહીમાં વેલણ ગામે છેલ્લા દોઢ દાયકાથી ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે રહ્યા હતા અને તેની સામે ભ્રષ્ટાચાર સહિત ના અનેક આક્ષેપો થયા હતા બાદ જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા આજે આ વિવાદા સ્પદ તલાટી મંત્રીની કોડીનાર તાલુકા પંચાયતમાં લીવરિઝર્વ માં બદલી કરી છે.
