કોન્ટ્રાક્ટરે ખાડો ખોદી અકસ્માત માટે રેઢો મૂકી દીધો!
05:33 PM Nov 29, 2025 IST | Bhumika
રાજકોટ શહેરમાં રસ્તાઓ રિપેર કર્યા બાદ ફરી ખોદીને નખોદ કાઢવાની મહાનગરપાલિકાના અધિકારીઓની કુટેવ યથાવત જ રહી છે અને હાલ શહેરમાં અનેક સ્થળે રસ્તા નવા બનાવ્યા બાદ ફરીથી ખોદકામ શરૂ કરાયુ છે. આવી જ સ્થિતિ શહેરના નિર્મલા રોડથી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ ઉપર જોવા મળે છે. આ રોડ ઉપર કોન્ટ્રાક્ટરે લાંબો ખાડો ખોદી રેઢો મૂકી દીધો છે અને ચેતવણીનું બોર્ડ કે, બેરીકેડ પણ મારેલ નથી પરિણામે રાત્રીના અંધારામાં કોઇ વાહન ચાલક અકસ્માતનો ભોગ બને નહીં તે માટે જાગૃત નાગરિકે માટી ઉપર લાકડુ ભરાવી તેની ઉ5ર પ્લાસ્ટીકની થેલી લગાવી દીધી છે. જો કે, કોર્પોરેશનના બાબુઓ કામના ચેકિંગમાં નીકળે ત્યારે આવી બાબતો ધ્યાન ઉ5ર કેમ નહીં આવતી હોય ? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
Advertisement
Advertisement