For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સૌરાષ્ટ્ર યુનિ.ના કરોડોના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ સંકુલો, ઇન્ડોર સ્ટેડિયમની હાલત દયનીય

04:23 PM Sep 14, 2024 IST | Bhumika
સૌરાષ્ટ્ર યુનિ ના કરોડોના ખર્ચે તૈયાર થયેલ સ્પોર્ટસ સંકુલો  ઇન્ડોર સ્ટેડિયમની હાલત દયનીય
Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કેમ્પસમાં આવેલ સ્પોર્ટસનાં મેદાનો, ઇન્ડોર સંકુલ અલગ-અલગ ગેમ્સની કોર્ટો સ્વિમિંગ પુલ વેરાન હાલતમાં છે. ત્યારે રમતવીરોને સુવ્યવસ્થિત સુવિધાઓ સુનિચ્છિત કરવા ગુજરાત કોંગ્રેસ પ્રવકતાં રોહિતસિંહ રાજપુતે કુલપતિને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું હતું કે, એક તરફ રાજ્ય સરકાર ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ જેવા સ્લોગનો સાથે 2036મા ગુજરાતમાં રમાનાર ઓલિમ્પિકમા આપણા રાજ્યના રમતવીરો વધુમા વધુ ભાગ લઇ શકે મોટા મોટા પ્રોજક્ટો, યોજનાઓ થકી પ્રોત્સાહન આપી રહી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલુ સ્પોર્ટ્સના મેદાનો, ઇન્ડોર સંકુલ, અલગ અલગ ગેમ્સની કોર્ટો, સ્વિમિંગ પુલ વેરાન હાલતમાં છે. કરોડોના ખર્ચ તૈયાર થયેલ આ તમામ સ્પોર્ટ્સ સંકુલોના મેઇન્ટેન્સ અને સાફસફાઈ અર્થે દરવર્ષે લાખોનો ખર્ચ કરે છે.

Advertisement

છતા છેલ્લા ઘણા સમયથી સાફસફાઈ જ ના થતી હોવાનુ સામે આવે છે. રમતવીરોને આપણી યુનિવર્સિટી બીજુ કઈ પ્રોત્સાહન આપી ના શકે તો ઠીક છે પણ પ્રાથમિક સુવિધાઓ કે જે તે ગ્રાઉન્ડ કે સંકુલોની સાફ સફાઈ, પીવાનુ પાણી, વોશરૂમ, ક્લોથ્સ ચેન્જિંગ રૂમ જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામા યુનિવર્સિટીનો શારીરિક શિક્ષણ વિભાગ સક્ષમ ના હોય તો આમા યુનિવર્સિટીના રમતવીરો કઇ રીતે રાજ્યકક્ષાએ કે દેશકક્ષાએ આપણી યુનિવર્સિટીનુ નામ રોશન કરશે બીજી એક ગંભિર બાબત અમારા ધ્યાન પર આવી છે કે આપણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નક્કી કરેલ નીતિનિયમો મુજબ રમતગમતના મેદાનો કોઇ બહારની એકેડેમી, સંસ્થા કે વ્યક્તિએ ઉપયોગ કરવા માટે જે તે ફી નિયત કરવામા આવી છે પરંતુ હાલ અનેક ખાનગી એકેડેમીઓ જેવી કે બેડમિન્ટન,આર્ચરી ગેમની અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના ગ્રાઉડ કરાવતી સંસ્થાઓ આ રમતગમતના મેદાનો-સંકુલોનો ભરપૂર માત્રામા છેલ્લા અનેક સમયથી મફતમાં ઉપયોગ કરી રહ્યા છે.

વધુમા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઇન્ટરનેશનલ સ્વિમિંગ પૂલ જે 9 કરોડના ખર્ચે તૈયાર કરવામા આવ્યો હતો તે ગંદકીના કારણે ખદબદતો હોવાથી હાલ બંધ હાલતમા છે અને આ પુલનો મેઇન્ટેન્સ કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવાના કારણે આંતર કોલેજ સ્વિમિંગ અને ડાઇવિંગ સ્પર્ધા મોજુક રાખવામાં આવી છે. સ્વિમિંગના કોર્ય કોઇ કારણોસર રાજીનામું આપી દીધુ છે ત્યારે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે 2 આંતરાષ્ટ્રીય કક્ષાના સહિતના 16 ખેલકૂદના મેદાનો છે પણ કોચ માત્ર 2 રમતના જ છે ! હોકીનું ગ્રાઉન્ડ તો 2019થી કોચના અભાવે બંધ છે ત્યારે રમતવીરો માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ ઉદ્ભવી છે કારણ કે એક તરફ યુનિવર્સિટી તરફથી મેદાનો પર પ્રેક્ટિસ માટે જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી અને તેઓને માર્ગદર્શક અર્થે સારા કોથની જરૂરિયાત હોય તે પણ નથી.ખાનગી એકેડેમીઓને યુનિવર્સિટીના ગ્રાઉન્ડો મફતમા ઉપયોગ કરવા આપવા બાબતે જવાબદાર ઇન્ચાર્જ શા.શિ.નિયામક સહિત જવાબદારો સામે શિક્ષાભાક કાર્યાવહી કરવામાં નહી આવે તેમજ રમતવીરો માટે મેદાનોમા પ્રાથમિક સુવિધાઓ-સાફસફાઈ તેમજ સ્વીમીંગ પુલો તાકીદે શરૂ કરવામાં નહી આવે તો અમારી ટીમ દ્વારા આવનાર સમયમા રમતવીરોને સાથે રાખી ઉંચ આંદોલન કરવામા આવશે જેની નોંધ લેશોજી.

Advertisement
Tags :
Advertisement
Advertisement