સુવર્ણકાર સમાજનાં સોના-ચાંદીના કારીગરોની હાલત કફોડી: આર્થિક સહાય આપવા માંગ
હાલ માં ભારત માં સોનાનાં ચાંદીના ભાવ વધારો થ ઈ રહ્યો છે ત્યારે, સુર્વણકાર સમાજનાં કારીગરો પાસે દાગીના બનાવવાનું કામકાજ તથા મંજૂરી કામ કરતાં કારીગરો કામકાજ નથી ત્યારે અત્યારે હાલ માં તેઓને દુકાન માં સોના ચાંદી નું રોકાણ ધીમે ધીમે ઓછું થાય રહ્યું છે કારીગરો પાસે દુકાન ભાડે તથા ધરના ભાડું ભરવું મુશ્કેલ પડી રહી છે તથા કારીગરો પાસે સોનાનું ચાંદી નું રોકાણ ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે હાલ માં લગ્ન નો સમય હોવાથી આ ભાવ માં સોનાનું તથા ચાંદી ની ખરીદી ધણી ઓછી થઈ ગઈ છે ધણાં કારીગરો દુકાન ઉપર તથા મકાન ઉપર બૈક પાસે થી લોન લીધેલ છે.
હાલ માં બૈક નાં હપ્તા ભરી શકતા નથી.. કારીગરો પરિવાર નાં સભ્યો નું દિકરા તથા દિકરી ની સ્કુલ તથા કોલેજ ની ફી ભરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે.. આ પરિસ્થિતિમાં માં સુર્વણકાર સમાજનાં કારીગરો શું કરવું તે સમજી શકાય તેવી પરિસ્થિતિ નથી.. થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય સરકાર તરફથી સુરત નાં રત્ન કલાકારો કારીગરો આર્થિક સહાયતા આપવામાં આવેલ છે, અમારા સુવર્ણકારો કારીગરો નો પણ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમાવેશ કરવામાં આવે અને કારીગરો મદદરૂૂપ થાય તો, ધણાં કારીગરો પરિવાર લોકો માટે, ગુજરાત સરકાર દ્વારા એક સરાહનીય કામગીરી થશે.
અમારાં સુવર્ણકારો કારીગરો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાયતા મળે તો ધણાં કારીગરો પરિવારના લોકોને લાભ મલશે. માનનીય શ્રી રાજકોટ જીલ્લા કલેકટર કારીગરો માટે કોઈ સહાયતા અથવા આર્થિક પેકેજ સહાયતા આપવામાં આવે, તેની માગણી કરતાં, શ્રી સોની યુવા સોશિયલ ટ્રસ્ટ નાં પ્રમુખ જીજ્ઞેશ વાગડીયા તથા ચેરીટી વકીલ નયનભાઈ કોઠારી ભાવિનભાઈ વાગડીયા પ્રશાંતભાઈ વાગડીયા હિતેશભાઈ વાગડીયા કમલેશભાઈ પાટડીયા કલ્પેશભાઈ પાટડીયા મિલનભાઈ આડેસરા હોદ્દેદારો દ્વારા આવેદનપત્ર આપી ને રજુઆત કરાઈ..