હાઈકોર્ટની ચાલુ સુનાવણીએ ફરિયાદીએ શૌચક્રિયા કરી, વીડિયો વાયરલ થતાં ભારે ચર્ચા
ગુજરાત હાઈકોર્ટનો આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેને લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે, આ ક્લિપ એક સ્ક્રીન રેકોર્ડિંગ છે, જે કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી દર્શાવે છે. વીડિયોમાં જોડાતા બધા લોકો આ ઓનલાઈન કોર્ટ સુનાવણીમાં સભ્યતા સાથે કોર્ટરૂૂમમાં હાજર છે. પરંતુ એક વ્યક્તિ બાથરૂૂમમાં બેઠેલો જોવા મળે છે.
આ ઘટના 20 જૂનની કહેવામાં આવી રહી છે. જ્યારે જસ્ટિસ નિર્જર એસ દેસાઈની કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી, ત્યારે તે દરમિયાન સમાદ બેટરી નામનો એક વ્યક્તિ સ્ક્રીન પર દેખાય છે, જેના કાનમાં બ્લૂટૂથ ઈયરફોન છે, શરૂૂઆતમાં તેણે પોતાનો ફોન થોડા અંતરે રાખ્યો છે, જે બતાવે છે કે તે ટોયલેટમાં બેઠો છે. આ ક્લિપ વાયરલ થતાં જ ઈન્ટરનેટ પર યુઝર્સની પ્રતિક્રિયાઓ આવવા લાગે છે.
બાર અને બેન્ચે આ સુનાવણીનું રેકોર્ડિંગ શેર કર્યું છે, જે ત્યારથી ઓનલાઈન વાયરલ થઈ ગયું છે. ફૂટેજમાં તે વ્યક્તિ પોતાને સાફ કરતો અને આખરે વોશરૂૂમમાંથી બહાર નીકળતો દેખાય છે. થોડીક સેક્ધડ પછી, તે ફરીથી એક અલગ રૂૂમમાં દેખાય છે, જે દર્શાવે છે કે તે કોર્ટરૂૂમના વાતાવરણથી અજાણ છે.
બાર અને બેન્ચના અહેવાલ મુજબ, કોર્ટના રેકોર્ડ મુજબ, તે વ્યક્તિ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) રદ કરવા સંબંધિત કેસમાં પ્રતિવાદી તરીકે હાજર હતો. તે ખરેખર આ કેસમાં મૂળ ફરિયાદી હતો. બંને પક્ષો વચ્ચેના સૌહાર્દપૂર્ણ સમાધાન પછી કોર્ટે આખરે FIR રદ કરી દીધી.
ફમદતફક્ષષજ્ઞુ નામના યુઝરે ડ પર આ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું - શું આપણે એવી અપેક્ષા રાખી શકીએ કે કોર્ટમાં જતી વખતે અરજદારો ઓછામાં ઓછું શૌચ નહીં કરે! હે ભગવાન! અત્યાર સુધીમાં આ વીડિયોને 65 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 500 થી વધુ યુઝર્સે આ પોસ્ટને લાઈક પણ કરી છે. આ જ પોસ્ટ પર 50 થી વધુ કોમેન્ટ્સ પણ આવી છે.