For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીમાં આલાપ રોડની સોસાયટીના લોકોનું પાલિકામાં હલ્લાબોલ

11:24 AM Aug 10, 2024 IST | Bhumika
મોરબીમાં આલાપ રોડની સોસાયટીના લોકોનું પાલિકામાં હલ્લાબોલ
Advertisement

મોરબીના આલાપ રોડ પર આવેલ આવેલી ખોડિયાર પાર્ક અને પટેલનગર સહિતની સોસાયટીના રોડ રસ્તાની હાલત ખૂબ જ દયનીય હોય અને છેલ્લા એક વર્ષથી રોડ રસ્તા બિસ્માર હાલતમાં હોય તેમજ રોડ પર ગટરના પાણી ઉભરાતા હોવાથી ખોડિયાર પાર્ક અને પટેલનગર સોસાયટીના રહીશો મોરબી નગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કરી ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી તાત્કાલિક ખરાબ રોડ રસ્તા અને ઉભરાતી ગટરોના પાણીનો પ્રશ્ન હલ કરવા બે દિવસનુ અલ્ટીમેટમ આપ્યું હતું.

સ્થાનિક મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબીના આલાપ રોડ પર આવેલ ખોડિયાર પાર્ક અને પટેલનગર સોસાયટીના રોડ રસ્તા છેલ્લા દશ વર્ષથી ખરાબ છે અને તેમાં છેલ્લા એક વર્ષથી રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. તેમજ ગટરોના પાણી રોડ ભરાતા પસાર થવું મુશ્કેલ બની ગયું છે ત્યારે પાલીકાને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. ત્યારે ખરાબ રોડ રસ્તાના કારણે મહિલાઓને એક્ટીવા ચલાવામાં, બાળકોને સ્કૂલે જવા સાઈકલ ચલાવવામાં તેમજ વૃદ્ધને ખરાબ રોડ રસ્તા પર અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત ખાડામાં એક્ટીવા પડી જતા મહિલાઓને ફેક્ચર જેવી ઈજાઓ પહોંચતી હોય છે ત્યારે અમે ચુંટણી સમયે વોટ આપીએ છીએ અને નગરપાલિકાને ટેક્સ ચુકવીએ છીએ પરંતુ નગરપાલિકાએ ટેક્સ લઈને રોડ, રસ્તા અને પાણીની સુવિધા આપી નથી.

Advertisement

અમારા વિસ્તારમાં કાઉન્સિલર કોણ છે એ પણ કોઈને ખબર નથી. માત્ર ટેક્સ ઉઘરાવવો છે કામગીરી કરવી નથી. રોડના ખાડમાં કોઈ પડી જાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોન લેશે. ત્યારે આજે શુક્રવાર હોય અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ પ્રજાના પ્રશ્નો સાંભળવા આવતા હોવાની જાણ થતાં ખોડિયાર પાર્ક અને સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે દોડી ગયા હતા પરંતુ ધારાસભ્ય હંમેશની જેમ આ વખતે પણ મીસ્ટર ઈન્ડિયાની જેમ ગાયબ જ રહ્યા અને સોસાયટીના રહીશોને અંતે નગરપાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી અને બે દિવસનુ એલટીમેટ આપ્યું હતું. જો આગામી બે દિવસમાં પાલીકા દ્વારા ખરાબ રોડ રસ્તા અને ઉભરાતી ગટરોના પ્રશ્નો હલ કરવામાં નહીં આવે તો ફરી ખોડિયાર પાર્ક અને પટેલનગર સોસાયટીના રહીશો નગરપાલિકા ખાતે આવી હલ્લાબોલ કરશે અને ધરણા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement