કલેક્ટર તંત્ર દ્વારા 4.91 લાખની લેણી રકમ માટે ડિફોલ્ટરની મિલકત જપ્ત કરાઇ
રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-1, શ્રી ચાંદની પરમાર, તથા મામલતદાર રાજકોટ શહેર (પૂર્વ),અજીતકુમાર જોષીની સૂચના મુજબ, આજે સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા ધી સિક્યુરિટાઈઝેશન એક્ટ હેઠળ એક મિલકતનો કબ્જો લેવામાં આવ્યો હતો અને રાજકોટ નાગરિક બેંકના અધિકૃત અધિકારીને સોંપવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા ખોડુભાઈ નથુભાઈ ગઢવી (જામંગ) પાસેથી રૂા.4,91,937/ની બાકી લેણી રકમ અને ત્યારબાદના ચડત વ્યાજની વસૂલાત માટે કરવામાં આવી હતી. આ મિલકત રાજકોટ શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલ રેવન્યુ સર્વે નં.249 પૈકી જમીન ચો.મી.29.75 ઉપર આવેલ રહેણાંક હેતુ માટેનું ક્વાર્ટર નં. સી-206 છે. સિનિયર સિવિલ જજ. ની એપ્લિકેશન તા.16-5-2000 મુજબની આ મિલકત ઉપર, કલેક્ટર, રાજકોટ દ્વારા પધી સિક્યુરિટાઈઝેશન એન્ડ રીક્ધસ્ટ્રક્શન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ-2002થ તળે સિક્યોર્ડ એસેટનો કબ્જો લેવા બાબતનો હુકમ નં. જે-એક્સ-સિક્યુ. એક્ટ-કેસ નં.28/2010 તારીખ 23-09-2010ના રોજ કરવામાં આવ્યો હતો. આ હુકમના અનુસંધાને, તારીખ 10-06-2025 ના રોજ સત્યમ શેરસીયા, સર્કલ ઓફિસર દ્વારા પધી સિક્યુરિટાઈઝેશન એક્ટથ હેઠળ મિલકતનો કબ્જો લેવામાં આવ્યો.