મહાનગર પાલિકાના વિકાસ સપ્તાહનો ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ-2025’ની ઉજવણીના ભાગરૂૂપે તા.12 અને તા.13 ઓકટોબરના રોજ થીમેટીક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. આ વિકાસ સપ્તાહ-2025’ ઉજવણીનો સમાપન કાર્યક્રમ તા.13/10/2025, સોમવારના રોજ સાંજે 05:00 કલાકે, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માન. મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેલ.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવિકાસ સપ્તાહ-2025’ની ઉજવણીના ભાગરૂૂપે તા.12 અને તા.13 ઓકટોબરના રોજ રૂૂ.7.41 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવેલ, સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવેલ, વોકાથોન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમજ સરકારી યોજનાઓથી જન-જાગૃતિ લાવવા અને છેવાડાના માનવીને વિકાસના પ્રવાહમાં સક્રિયપણે જોડવા માટેના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટર કંકુબેન ઉધરેજા, મંજુબેન કુગશિયા, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેલ.
ઉપસ્થિત સૌ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરેલ. શાબ્દિક સ્વાગત શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા કરવામા આવેલ ખાદીના રૂૂમાલ અને પુષ્પથી સ્વાગત કોર્પોરેટર મંજુબેન કુગશિયા દ્વારા કરવામાં આવેલ. શ્રીવૃન્દ એકેડેમી દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજુ કરેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.