For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉનાળામાં પાણીની સપાટી ઘટતાં રણમલ તળાવનો ઘડિયાળી કૂવો ફરી દેખાયો

12:08 PM Apr 28, 2025 IST | Bhumika
ઉનાળામાં પાણીની સપાટી ઘટતાં રણમલ તળાવનો ઘડિયાળી કૂવો ફરી દેખાયો

જામનગર નજીક રંગમતી ડેમ ના પાટિયા વગેરે રીપેરીંગ કરવાના હોવાથી ડેમમાંથી છોડાયેલું પાણી આજથી ત્રણ સપ્તાહ પહેલાં જામનગરના રણમલ તળાવમાં આવ્યું હતું, અને રણમલ તળાવની મધ્યમાં આવેલો ઘડિયાળની કુવો ડૂબ્યો હતો.

Advertisement

જેના ત્રણ સપ્તાહ પૂર્ણ થયા બાદ ગઈકાલથી ઘડીયાળી કુવો ફરીથી દેખાવા લાગ્યો છે. હાલમાં ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે, તેમજ લાખોટા તળાવ પરિસરની આસપાસના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોના બોર-ડંકી ના તળ માં રણમલ તળાવના પાણીનો પ્રવાહ પહોંચતો હોવાના કારણે તેમજ ગરમીમાં બાષ્પીભવનની પ્રક્રિયા પણ બહુ ઝડપથી ચાલતી હોવાને કારણે ઘટાડો થયો છે, અને તેના કારણે ઘડિયાળી કુવો ફરીથી દેખાવા લાગ્યો છે.

જોકે મહાનગરપાલિકા ની કવાયતને લઈને નગરજનોને ઘણી રાહત મળી છે, અને વિપુલ પ્રમાણમાં પાણીનો જથ્થો તળાવમાં આવી ગયો હોવાથી શહેરના તળાવ પરિસરની ફરતે આસપાસના વિસ્તારમાં વસતા નાગરિકોના બોર ડંકી ના તળ એકદમ સાજા રહ્યા છે, અને પાણી ડૂકી જવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થયો નથી.

Advertisement

ઉપરાંત તળાવની અંદર રહેલા જળચર પ્રાણીઓ કે જેઓ માટે પણ જીવનદાન મળી ગયું છે, અને તળાવનો પ્રથમ હિસ્સો હજુ ભરેલો છે. આગામી ચોમાસા ને હજુ બે મહિના જેટલો સમય લાગે તેમ છે, ત્યારે રણમલ તળાવ, કે જેનું જળ સ્તર ધીમે ધીમે ઘટી રહયું છે, તે ઘડીયાલી કુવા પરથી સાબિત થઈ રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement