મુખ્યમંત્રી શુક્રવારે જસદણમાં રૂ.337 કરોડના કામનું કરશે ખાતમુહૂર્ત-લોકાર્પણ
જસદણ વિછીયા ના લોક પ્રહરી ધારાસભ્ય અને રાજ્ય સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જાગૃત અને પત્રકાર નરેશ ચોહલીયા રૂૂબરૂૂ વાતચીતમાં જણાવ્યું હતું કે જસદણ વિછીયા તાલુકા અને પંથકમાં રૂપિયા 337 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિ પૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે જેમાં નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સૌની યોજના લિંક ચાર પેકેજ 9 મા ચોટીલા તથા વિછીયાના ધારૈઈ ડેમ જસદણના બાખલવડ ગામે આલણ સાગર ડેમ આધ્યા ડેમ ફીડર પાઇપલાઇનનું ખાતમુરત તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ભાડલા અને જૂથ સુધારણા યોજનાનું ખાતમુરત તેમજ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ આટકોટ મુકામે બસ સ્ટેશનનું લોકાર્પણ તથા માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઘેલા સોમનાથ ખાતે ઘેલો નદી પર મેજર બ્રિજ ઘેલા સોમનાથ ઘેલો નદી પરનું લોકાર્પણ તથા જળ સંપત્તિ ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત દ્વારા દિવ્યાંગ સાધન સહાય વિતરણ તેમજ શ્રમ અને કૌશલ્ય વિભાગ અને રોજગાર વિભાગના વિછીયા મુકામે આઇ.ટી.આઇ બિલ્ડીંગનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તારીખ 16ના સવારે 10:00 કલાકે વિછીયા માર્કેટિંગ યાર્ડ સામેના ગ્રાઉન્ડમાં સમગ્ર કાર્યક્રમનું ભૂમિ પૂજન લોકાર્પણ જેવા કાર્યક્રમ યોજાશે તેમ માહિતી આપતા પત્રકાર નરેશભાઈ ચોહલીયાને જસદણ વિછીયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીઓ લોકસભાના સાંસદઓ રાજ્યસભાના સાંસદઑ ધારાસભ્યઑ તેમજ જસદણ વિછીયા આટકોટ સાણથલી ભાડલા તથા ચોટીલા પંથકમાંથી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહે છે.
ઉલ્લેખનીય છે કે જસદણ વિછીયામાં જાણે કે વિકાસનો પટારો ખૂલ્યો છે. પછાત ગણાતા બન્ને તાલુકા વિસ્તારમાં અબજો રૂપિયાના વિકાસના કાર્યોના લોકાર્પણ અને ભૂમિ પૂજનએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની દેન છે અત્યાર સુધીમાં આટલા કામ કોઈ નેતા લાવી શક્યા નથી જેથી જસદણ વિછીયા પંથકની પ્રજા ઉપરાંત બાબરા ચોટીલા પંથકના ગામોના લોકો દ્વારા પણ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનો લાખ લાખ અભિનંદન સાથે કોટી કોટી આભાર પ્રગટ કરવામાં આવ્યો છે.