For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત

04:45 PM Dec 13, 2024 IST | Bhumika
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત
Advertisement

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે રાજકોટ ખાતે અનેકવિધ વિકાસકામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપુજન તેમજ તકતી અનાવરણ કરવા સાથે કરવામાં આવ્યું.

હાલ હયાત જિલ્લા પંચાયત કેમ્પસમાં જૂની કચેરીના સ્થાને જિલ્લા પંચાયત કચેરીના અત્યાધુનિક સુવિધાઓ સાથેના આ નવા ભવનના નિર્માણ કાર્યનો પ્રારંભ કેબિનેટ મંત્રી સર્વે કુંવરજીભાઈ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સાંસદ તેમજ ધારાસભ્યઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજકોટ ખાતે રૂૂ. 36.17 કરોડના ખર્ચે 14 હજાર ચો.મી. બાંધકામમાં વિવિધ કચેરીઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

સમગ્ર ગુજરાતમાં બીજા ક્રમનું સ્ટેટ ઓફ ધ આર્ટ એવું નવું ભવન ચાર માળનું બનશે. કેમ્પસમાં સીસી રોડ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, આરોગ્ય વિભાગનો સ્ટોર, કેન્ટીન, અંડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ વોટર ટેંક, ટેરેસમાં ચાઇનામોજેક વોટરપ્રૂફિંગ, વિટરીફાઈડ ટાઇલ્સ ફ્લોરિંગ સહિત અધ્યતન ભવન નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.

આ તકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ મોમેન્ટો તેમજ જિલ્લા પંચાયતની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement