For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

આજે હન્ટર મૂનનો અવકાશી નજારો, સૂર્યાસ્ત બાદ રાત્રે 9 વાગ્યા સુધી જોઇ શકાશે

04:26 PM Nov 05, 2025 IST | admin
આજે હન્ટર મૂનનો અવકાશી નજારો  સૂર્યાસ્ત બાદ રાત્રે 9 વાગ્યા સુધી જોઇ શકાશે

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિક વિભાગ (DST)ના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા ગુજરાત રાજ્યના પ્રત્યેક જીલ્લાઓમાં જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અથવા પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં પ્રાદેશિક કક્ષાનું કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર વર્ષ 2002થી કાર્યરત છે.

Advertisement

પ્રત્યેક સેકેન્ડે અવકાશમાં અનેક ઘટનાઓ ઘટતી રહે છે. આવી જ એક એક નયનરમ્ય ઘટના આજે તા.05.11.2025 બુધવારના રોજ સાંજે સુર્યાસ્ત થી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં જોવા મળશે સુપરમૂન દર વર્ષે સરેરાશ ત્રણથી ચાર સુપરમૂન બને છે. 1979માં ખગોળશાસ્ત્રી રિચર્ડ નોલે સૌપ્રથમ વાર સુપરમૂન શબ્દનો ઉપયોગ કર્યો હતો. સુપરમૂન શરદ ઋતુના સમયગાળા દરમિયાન આવતો હોવાથી તેને હન્ટર મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ થનાર ઘટના સુપરમૂન 5 નવેમ્બર 2025ના રોજ સાંજે આશરે સુર્યાસ્ત બાદ રાત્રે 9 વાગ્યા સુધી સૌથી સુંદર રીતે દેખાશે. પૂર્વ દિશામાં ચંદ્રોદય વખતે તેનું કદ સૌથી મોટું હશે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ, સુપરમૂન મહત્વપૂર્ણ ઘટના છે કારણ કે તે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેના ગુરુત્વાકર્ષણના પ્રભાવને સમજવામાં મદદરૂૂપ બને છે. કેટલીકવાર તેના કારણે સમુદ્રના ભરતી ઓટમાં વધારો પણ જોવા મળે છે. આપ આ સુપર મુનને આકાશ સ્વચ્છ હોય ત્યાં થી અથવા સ્માર્ટફોન કે દૂરબીનથી પણ ચંદ્રના નજારાને જોઈ શકાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement