સાવરકુંડલાના સિમરણ ગામના માલધારીઓએ પશુઓ સાથે મામલતદાર કચેરીમાં ધામા નાખ્યા
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામોમાં આવેલી ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દુર કરાવવાની માંગ સાથે પશુપાલકો પોતાના પશુઓ સાથે મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામ આસપાસ અંદાજિત 1700 થી 2000 વિઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ થી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.. આ ગામમાં લગભગ બે હજાર થી વધુ પશુધન છે.. પશુધન ને ચરાવવા માટે ની જમીન પર દબાણ થયેલ હોવાથી આજે પશુપાલકો અને ગ્રામજનો પોતાના પશુધન સાથે સાવરકુંડલા પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.. પશુપાલકો દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી અને મુંગા પશુઓ ની ગૌચરની જમીન ખાલી કરાવવા ની માંગ કરી હતી..
સીમરન ગામના માલધારીઓએ પશુઓ સાથે આવેદનપત્ર આપ્યું કોઈ પણ પ્રકારની વ્યવસ્થા અને થાય તે માટે પોલીસ બંદોબસ્ત ફાયર ની ટીમ પણ ગોઠવી દેવામાં આવી હતી અને પશુ સાથે આવેલા માલધારીઓ ના પશુઓ ને મામલતદાર કચેરીમાં ન પ્રવેશવા માટે પોલીસે દરવાજાઓ બંધ કરી બંદોબસ્ત જાળવો હતો ત્યારે હવે જોવાનું એ રહેશે કે માલધારીઓની સમસ્યા નો અંત ક્યારે આવશે.