For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સોમનાથના મેગા ડિમોલિશનનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો, આજે થશે સુનાવણી

05:39 PM Oct 01, 2024 IST | Bhumika
સોમનાથના મેગા ડિમોલિશનનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો  આજે થશે સુનાવણી
Advertisement

ગુજરાત હાઇકોર્ટમાં ગીર સોમનાથમાં મેગા ડિમોલિશન મુદ્દે સુનાવણી શરૂૂ કરવામાં આવી છે. જેમાં અરજદારે અરજીમાં કરેલા આક્ષેપ પર સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. મેગા ડિમોલિશન મુદ્દે સરકારે ઇંઈમાં જવાબ આપ્યો છે. સરકારે કહ્યું કે, નિયમોમાં રહીને ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે.સાથે જ સરકારે જણાવ્યું હતું કે, મન ફાવે તેવા ડિમોલિશન નથી કરવામાં આવ્યા.

નિયમોમાં રહીને જ કાર્યવાહી કરવામાં આવી છે. સરકાર અને અરજદાર દ્વારા સામસામે કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ સરકારે જણાવ્યું કે, 2023થી આ ડિમોલિશનની કામગીરી ચાલી રહી હતી. આ મામલમાં આજે વિશેષ સુનાવણી થનાર છે.

Advertisement

મહત્વનું કહી શકાય કે, પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિરની પાછળના ભાગમાં વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 9 મસ્જિદ તથા 45 પાકા મકાનોને તોડી પાડીને 320 કરોડની કિંમતની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. સાથે જ દબાણ હટાવવાના ઓપરેશન દરમિયાન લોકોના ટોળા એકત્ર થઇ જતાં પોલીસ દ્વારા 135 લોકોની અટકાયત પણ કરવામાં આવી હતીઆ મેગા ડિમોલિશન દરમિયાન સોમનાથમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેક્ટર, રેન્જ આઇજી તથા જંગી પોલીસ કાફલો ઉપરાંત અન્ય વિભાગોના અધિકારીઓ, સ્ટાફ પણ હાજર રહ્યો હતો. ડિમોલીશન દરમિયાન પાંચ કિમીના વિસ્તારમાં અવરજવર બંધ કરી દેવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement