તાલાલા નજીક હિરણ નદીના પૂરમાં કાર વહી ગઇ
તાલાલા નજીક હિરણ નદીના ચેકડેમ પર પાણીના ધમસમતા પ્રવાહમાં કાર એકાએક તણાવા લાગી જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ગીર સોમનાથના તાલાલા સાસણ રોડ નજીક હિરણ નદીના પ્રવાહમાં કાર તણાઈ છે. હિરણ નદી પરના ચેક ડેમ પર કાર ધોઈ રહ્યા હતા ત્યારે અચાનક ઉપરવાસમાંથી નદીમાં પાણીનો પ્રવાહ વધતા કાર તણાઈ હતી. ઘટનામાં કાર ધોઈ રહેલ વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.
ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ચોમાસું જામ્યુ છે. ત્યારે ગીર પંથકમાં વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને હિરણ નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જેને લઇ તાલાલા નજીક હિરણ નદીના ચેકડેમ પર આ પાણીના પ્રવાહમાં કાર તણાઇ છે. જો કે ઘટનામાં કાર ધોઇ રહેલ વ્યક્તિનો આબાદ બચાવ થયો છે.ગત વર્ષે પંથકમાં નદીના પાણીએ તબાહી મચાવી હતી. હિરણ નદીના પુરના પાણી તાલાલા નગર પાલિકા કચેરી તથા હાઈસ્કૂલ, સરકારી હોસ્પિટલ, બાળ આંગણવાડી કચેરી ઉપરાંત શહેરના સુપ્રસિદ્ધ બ્રહ્મેશ્વર મંદીર સહિતના ધામક સ્થાનોમાં ઘુસી ગયા હતા. હોસ્પિટલ અને આંગણવાડી કચેરીનું ઘણું બધું સરકારી રેકર્ડ પુર નાં પાણીમાં તણાઈ ગયું હતું તથા ઘણું બધું રેકર્ડ ડેમેજ કરી નાખ્યું છે.દાયકા પુરાણાં બ્રહ્મેશ્વર મંદિર સહિત ધામક સ્થાનોમાં પણ પાણી ધૂસી ગયા હતા.