For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઢેબર રોડ પર બુલેટ ચાલકનું મોત નીપજાવનાર કાર ચાલક લોહાનગરનો નામચીન બૂટલેગર નીકળ્યો

05:30 PM Mar 11, 2025 IST | Bhumika
ઢેબર રોડ પર બુલેટ ચાલકનું મોત નીપજાવનાર કાર ચાલક લોહાનગરનો નામચીન બૂટલેગર નીકળ્યો

અઠવાડિયા પૂર્વે જ લગ્નગ્રંથિથી જોડાયેલા યુવકની પીઠીનો રંગ ઉતરે તે પૂર્વે જ કાકાના ઘરેથી પરત ફરતી વેળાએ અજાણ્યા કાર ચાલકે યુવાનનાં બુલેટને ઠોકરે ચડાવ્યું હતું. ‘હિટ એન્ડ રન’ની ઘટનામાં આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો આ ઘટનામા પોલીસે લોહાનગરમા રહેતા નામચીન બુટલેગર વિરુધ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો નોંધી તેને સકંજામા લીધો હતો .

Advertisement

મળતી વિગત મુજબ મૂળ પાળ ગામના વતની અને હાલ રાજકોટમાં શ્રમજીવી સોસાયટીમાં રહેતા સિધ્ધરાજસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. 30) બુલેટ બાઇક લઈ ઢેબર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોકડીયા હનુમાન મંદિર નજીક પહોંચતા માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા કારના ચાલકે બુલેટને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક નાસી છૂટ્યો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા સિધ્ધરાજસિંહ જાડેજાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યું હતું. પ્રાથમિક પૂછપરછમાં મૃતક સિધ્ધરાજસિંહ જાડેજા બે ભાઈમાં મોટા હતા. ગત રવિવારે જ તેમના લગ્ન હતા અને જાન ભાવનગર ખાતે ગઈ હતી. ગઈ કાલે સિધ્ધરાજસિંહ જાડેજા પંચશીલ સોસાયટીમાં રહેતા કાકા બળદેવસિંહના ઘરે ગયા હતા. અને ત્યાંથી પોતાના ઘરે શ્રમજીવી સોસાયટીમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટનામા ભકિતનગર પોલીસ મથકનાં પીએસઆઇ ગોહીલ અને સ્ટાફે અકસ્માતની ઘટનામા તપાસ આરંભી અને અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલા સ્વીફટ કાર નં જીજે 03 એમએચ 8281 નાં ચાલક ધર્મેશ ઉર્ફે ધમો વાંદરી જાદવ (રહે. લોહાનગર) ને સકંજામા લીધો હતો અને તેમનાં વિરુધ્ધ મનુષ્ય વધની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. તેમજ આરોપી પોતે બુટલેગર હોવાનુ પણ પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ હતુ.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement