રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો રદ થતા તંત્રને રૂા.બે કરોડનું નુકસાન
રાજકોટ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે આયોજિત ધરોહર લોકમેળો આ વખતે વરસાદ અને રાઇડ્સ વિવાદ કારણે રદ કરવામાં આવ્યો હતો. તેમના કારણે તંત્રને કરોડોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. મેળો રદ થતા રાજકોટ કલેકટર તંત્રને બે કરોડથી પણ વધુ નો લોકમેળાનો કારણે નુકસાન પહોંચ્યું છે. કલેકટર કચેરીમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટ ખાતે ધરોહર લોકમેળો આ વખતે વરસાદ અને રાઇડ્સ વિવાદ કારણે રદ કરવામાં આવ્યો હતો.
તેમના કારણે તંત્રને બે કરોડથી પણ વધુની નુકસાની થઈ હોવાનું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખની છે કે લાઈટ,મંડપ સર્વિસ, ડેકોરેશન, વિડીયો કેમેરા, ગ્રાઉન્ડ લેવલ કરવા કામગીરી સહિત અન્ય ઘણી બધી કામગીરીનો ખર્ચ બે કરોડથી પણ વધુ ખર્ચ આ મેળામાં થયો હતો. જેમનું નુકસાન કલેકટર તંત્રને બે કરોડથી પણ વધુનું થયું હોવાનું સામે આવ્યું છે.
22મીએ લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક
રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તારીખ 22ને બુધવારના રોજ લન્ડ ગ્રેબિગની બેઠક મળવા જઈ રહી છે આ બેઠકમાં જેમાં 60 જેટલા કેસો પર સુનાવણી માટે મૂકવામાં આવ્યાં છે.સરકારની નવી ગાઈડલાઈન મુજબ પ્રથમ બેઠક યોજાશે જેમાં પક્ષકારોને રૂૂબરૂૂ સાંભળવાનું આદેશ થયેલ હોય આ અન્યવે કલેકટર તંત્ર દ્વારા પક્ષકારોને નોટિસ મોકલવામાં આવી છે. અને બંને પક્ષકારોને રૂૂબરૂૂ સાંભળવાનું પણ શરૂૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર ના નવા નિયમ પ્રમાણે મેન ગ્લેબીંગ કમિટીના સભ્યોને ફરજિયાત આ બેઠકમાં હાજર રહેવું જ પડશે જો કોઈપણ એક પણ અધિકારીઓ બેઠકમાં હાજર નહીં હોય તો આ બેઠક અહીં યોજાઇ અને આ બેઠકમાં બધા જ અધિકારીઓની સહમતિ પણ ફરજિયાત લેવામાં આવશે જેવા કે પોલીસ કમિશનર જિલ્લા પોલીસવાળા મ્યુનિસિપલ કમિશનર કલેક્ટર સહિતના અધિકારીઓને ફરજિયાત આ બેઠકમાં હાજર રહેવું જ પડશે.