For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં ‘ધ બર્નિંગ કાર’, ફાયર બ્રિગેડે તાત્કાલિક બુઝાવી આગ

12:00 PM Sep 03, 2024 IST | Bhumika
ખંભાળિયામાં ‘ધ બર્નિંગ કાર’  ફાયર બ્રિગેડે તાત્કાલિક બુઝાવી આગ
Advertisement

બે બાઇક પણ આગમાં ખાક

ખંભાળિયા શહેરમાં પોરબંદર રોડ ઉપર ગઈકાલે રાત્રે એક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરીને રાખવામાં આવેલી એક ડોક્ટરને કાર તેમજ બે મોટરસાયકલમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલા ટાઉનહોલ નજીક આવેલા એક પેટ્રોલ પંપ પાસે ગઈકાલે રાત્રે આશરે નવેક વાગ્યાના સમયે કોઈ કારણોસર મોટરસાયકલ સળગી ઊઠતા આ આગ નજીકમાં રહેલી એક મોટરકારમાં લાગી હતી. સળગી ઊઠેલી જી.જે 10 ડી.એ. 6059 નંબરની મોટરકાર અહીંના ચાર રસ્તા વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડોક્ટર પ્રકાશભાઈ ધારવીયાની હતી અને આ મોટરકારને આગમાં વ્યાપક નુકસાન થવા પામી હતી. આ ઉપરાંત એક મોટરસાયકલ ચંદ્રેશભાઈ નંદાણીયાનું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement