ભાજપ નગરસેવિકાના બૂટલેગર પતિને જૂનાગઢ લાવેલી પોલીસની હોટેલમાં ધમાલ
જૂનાગઢનો કુખ્યાત બૂટલેગર ધીરેન કારિયાને અમરેલી લઈ જવાને બદલે જૂનાગઢ કેમ લાવ્યા?: કેદી પાર્ટીના બન્ને પોલીસમેન સામે નોંધાતો ગુનો
અમરેલી જેલમાં રહેલા કુખ્યાત બુટલેગર ધીરેન કારીયાને કોર્ટની મુદ્દતે ગાંધીનગર લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી પરત ફરતી વખતે જાપ્તા પોલીસના બે કર્મચારીઓ રણજીત નાનજી વાઘેલા અને નીતિન ઘુસાભાઈ બાંભણિયા સીધા અમરેલી જેલ જવાને બદલે આરોપીને લઈ જુનાગઢ પહોંચ્યા હતા. જ્યાં આરોપીને કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ઉતારીને પોલીસ કર્મચારીઓ શહેરમાં ચિતાખાના ચોક પાસે આવેલ સાબરીને રેસ્ટોરન્ટમાં 24 જુલાઈના રોજ રાત્રે 11.45 કલાકે નોનવેજ ખાવા ગયા હતા. જ્યાં તેમાંથી એક પોલીસ કર્મચારીએ દારૂૂ પીને રેસ્ટોરન્ટનાં વેઈટર ઉપેન અને માલિક સોયબભાઈ ફારુકભાઈ વડગામા સાથે તકરાર કરી તેમને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતા નોંધાઈ છે તેને લઈને જૂનાગઢ અને અમરેલી પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે. પોલીસે ફરિયાદને ટાંકીને આપેલી વિગતો પ્રમાણે જૂનાગઢના ચિતાકાના ચોક ખાતેના સાબરીન રેસ્ટોરન્ટમાં ત્રણ વ્યક્તિ નોનવેજ ભાણું ખાવા આવ્યા હતા.
તે દરમિયાન ત્રણ પૈકીના એક વાદળી રંગનું ટીશર્ટ પહેરેલ વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં દારૂૂ પીધો હતો. જેને રેસ્ટોરન્ટ માલિકે દારૂૂ પીવાની ના પાડતા નશામાં ચુર વ્યક્તિ ઉશ્કેરાઈ ગયો હતો અને રેસ્ટોરન્ટ માલિક અને તેના વેઇટરને અપશબ્દો બોલતા રેસ્ટોરન્ટ માલિકે પોલીસ બોલાવવાની વાત કરી હતી જેથી તે વ્યક્તિએ પોતે જ પોલીસ છે અને જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપતા રેસ્ટોરન્ટ માલિક સોયબ વડગામાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એસ. એ. સાંગાણીએ તપાસ હાથ ધરી છે અને અમરેલી જઈને તપાસ કરતા જુનાગઢ ખાતે માથાકૂટ કરનાર અમરેલી પોલીસ હેડ ક્વાર્ટરના પોલીસ કર્મી રણજીત નાનજી વાઘેલા અને નીતિન ઘુસાભાઇ બાંભણિયા હોવાનું ખુલ્યું હતું અને બંનેના ઘરે જઈને તપાસ કરતા મળી આવ્યા ન હતા. જેમને પકડવા માટે પોલીસે દોડ લગાવી છે. જૂનાગઢ બુટલેગર ધીરેન કારિયાની પત્ની જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ પક્ષમાંથી ચૂંટાયેલા નગરસેવિકા છે.
આઇજીએ રીડર શાખાને તપાસ સોંપી જૂનાગઢના રેસ્ટોરન્ટ માલિક સાથે કથિત રીતે 3 પોલીસ કર્મીએ માથાકુટ કરી હોવાનો મામલો ધ્યાન પર આવતાં બનાવને ગંભીરતાથી આઇજી નિલેશ જાજડિયાએ પળભરનો વિલંબ કર્યા વગર પોતાની રીડર શાખાને તપાસ સોંપી હતી. અને સત્વરે રિપોર્ટ કરવાની તાકીદ કરી હતી.
રેસ્ટોરન્ટ માલિકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાદળી કલરનું ટીશર્ટ પહેરેલ વ્યક્તિએ ગાળો કાઢતા તેને ગાળો કાઢવાની ના પાડી હતી પરંતુ તે માનેલ નહિ જેથી પોલીસ બોલાવવાની વાત કરી તો તેણે પહું જ પોલીસ છું તારાથી થાય તે કરી લેજેથ એવી ધમકી આપી હતી. રેસ્ટોરન્ટના માલિકે પોતાના સીસીટીવીમાં કેદ થયેલી આખી ઘટના પણ પોલીસ સમક્ષ રજૂ કરી હતી.