ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેરના જાલસીકા ગામે નદીમાં ડુબી ગયેલ યુવાનનો મૃતદેહ મળ્યો

11:35 AM Sep 03, 2024 IST | admin
Advertisement

ગત રવિવારે યુવાન પાણીના વહેણમાં તણાઈ ગયેલ

Advertisement

વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં પાણીના વહેણમાં રવિવારે વહેલી સવારે એક યુવાન કોઇ કારણોસર તણાઈ ગયો હતો, જેથી બનાવની જાણ થતા સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ વાંકાનેર, મોરબી, રાજકોટ તથા હળવદની તરવૈયોની ટીમ દ્વારા શોધખોળ શરૂૂ કરવામાં આવી છે, જેમાં 32 કલાકની લાંબી જહેમત બાદ યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં રવિવારે રવિવારે વહેલી સવારે ભાવેશભાઈ રાવતભાઇ ડાંગર (ઉ.વ. 40, રહે. જાલસીકા) નામનો યુવાન કોઈ કારણોસર પાણીના વહેણમાં તણાઈ ગયો હતો, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી આર. એમ. કોંઢીયા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

અને તાત્કાલિક મોરબી, રાજકોટ તથા હળવદથી ફાયર વિભાગની ટીમની મદદ બોલાવી યુવાનની પાણીમાં શોધખોળ શરૂૂ કરવામાં આવી હોય, જેમાં 15 તરવૈયાઓની ટીમની લાંબી જહેમત બાદ 32 કલાકે યુવાનનો મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો, જેનું હાલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું હોવાની માહિતી મળી રહી છે.

Tags :
deathbodygujaratgujarat newsrajkotrajkot newsvakanervakanernewsyoung man drowned in the river
Advertisement
Next Article
Advertisement