For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં નિર્માણ પામશે સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી જેલ

03:29 PM Jul 26, 2024 IST | admin
રાજકોટમાં નિર્માણ પામશે સૌરાષ્ટ્ર કચ્છની સૌથી મોટી જેલ

કલેક્ટરે સરકારમાં કરેલી દરખાસ્ત મંજૂર, ટૂંક સમયમાં 65 એકર જમીનની થશે સોંપણી

Advertisement

ગુજરાત રાજ્યમાં ગુનાખોરી સખત વધી રહી છે. જેના કારણે જેલના કેદીઓની સંખ્યા વધી રહી છે. ક્ષમતા કરતા દરેક જેલમાં નોંધણી સંખ્યામાં કેદીઓ રાખવામાં આવ્યા છે. જેના કારણે દરેક જેલમાં વહીવટ સહિતની કામગીરીઓમાં ભારે અડચડણ થઇ રહી છે અને કેદીઓને ઘેટા-બકરાની જેમ જેલમાં રાખવા પાડતા હોય. કેદીઓને પૂરતી પ્રાથમિક સુવિધા પણ મળતી નથી. આ બાબતે રાજ્ય સરકાર સમક્ષ અનેક વખત રજુઆત થઇ છે. જેમાં રાજકોટની સેન્ટ્રલ જેલમાં પણ ક્ષમતા કરતા બમણાથી વધુ કેદીઓ ભરવામાં આવ્યા છે. નવી જેલ બનાવવા માટે કલેક્ટર સમક્ષ જમીનની માંગણી કરવામાં આવી હતી. જે અંગે સર્વે કરયા બાદ રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપતા રાજ્ય સરકારે કલેક્ટરની દરખાસ્તને મંજૂરીની મોહર મારી દીધી છે અને ટૂંક સમયમાં નવી અદ્યતન સેન્ટ્રલ જેલ માટે જેલના સતાવાળાને જમીનની ફાળવણી કરી દેવામાં આવશે. જેને લઇ રાજકોટના ન્યારા પાસે સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી મધ્યસ્થ જેલ બનવા જઇ રહી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુનાખોરીનો ગ્રાફ દીવસેને દિવસે વધી રહ્યો છે. જેના કારણે કેદીઓની સંખ્યાઓ વધી રહી છે. રાજકોટની સેન્ટ્રેલ જેલમાં ક્ષમતા કરતા બમણી સંખ્યામાં કેદીઓ ભરવામાં આવ્યા છે. સુત્રમાંથી જાણવા મળ્યા પ્રમાણે રાજકોટની સેન્ટ્રેલ જેલમાં 1250 કેદીઓ રાખવાની ક્ષમતા છે. જેની સામે અત્યારે સેન્ટ્રેલ જેલમાં 2500થી વધુ કેદીઓ રાખવામાં આવ્યા છે. સેન્ટ્રલ જેલમાં કેદીઓને રહેવા માટેની 52 બેરેક પણ કેદીઓ માટે ઓછી પડી રહી છે. એટલુ જ નહીં કેદીઓને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડી શકાતી નથી. રાજકોટની સેન્ટ્રલ જેલમાં ઘેટા-બકરાની જેમ કેદીઓ ભરવામાં આવ્યા હોય. જેના કારણે વહીવટી તંત્રને પણ વહીવટ કરવામાં ભારે અડચણ ભોગવી પડે છે. આ બાબતે જેલના સતાવાળાઓએ નવી જેલ બનાવવા માટે જમીનની માંગણી કરતી અરજી ડીસેમ્બર મહિનામાં કરી હતી. જે અરજી કલેક્ટર સમક્ષ આવતા રાજકોટની આજુબાજુમાં સરકારી જમીનની તપાસ શરૂ કરાવી હતી.

Advertisement

કલેક્ટરના આદેશથી પડધરી મામલતદારે ન્યારા પાસે 65 એક્રનો સરકારી ખરાબો સેન્ટ્રેલ જેલ બનાવવા માટે લાયક હોય તે અંગેનો અભિપ્રાય આપ્યો હતો. કલેક્ટરના આદેશથી પડધરી મામલતદારે ન્યારા પાસેની સરકારી જમીનમાં રહેલું દબાણ પણ દુર કર્યુ હતું. જ્યારે કલેક્ટરે આ દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી આપી હતી.
રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીની દરખાસ્તને રાજ્ય સરકારે મંજૂરીની મોહર મારી દીધી છે. આ અંગેનો હુકમ પણ કલેક્ટરને મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે ટૂક સમયમાં જેલના સતાવાળોને ન્યારા સર્વે નં.200 પૈકીની 65 એક્ર સરકારી જમીન જેલના સતાવાળાઓને ફાળી દેવામાં આવશે અને ત્યારબાદ નવી સેન્ટ્રેલ જેલ બનાવવા માટેના લેઆઉટ પ્લાન મંજૂર થયા બાદ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાલ રાજકોટમાં 21 એક્રમાં સેન્ટ્રલ જેલ કાર્યરત છે. કેદીની ક્ષમતા મુજબ 60 એક્ર જમીન હોવી જોઇએ. નિયમ મુજબ એક કેદી દીઠ 100 સ્ક્ેવર યાર્ડ જમીન હોવી જોઇએ. આથી નવી જેલની આવશ્યક્તા ઉભી થતા કલેક્ટર પાસે જમીનની માંગણી કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement