ભૂસ્ખલનના કારણે બદ્રીનાથ હાઇવે 36 કલાક બંધ રહ્યો
ચારધામની યાત્રાએ ગયેલા 300 ગુજરાતીઓ ફસાયા
ગુજરાતના 300થી વધુ પ્રવાસીઓ બદ્રીનાથ હાઈવે પર ફસાયા છેજેમાં અરવલ્લીના 20થી વધુ શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ચારધામની યાત્રામાં ફસાયા છેભૂસ્ખલન થતાં તમામ શ્રદ્ધાળુઓ અટવાયા છે.
સ્થાનિક તંત્રએ કલાકોની જહેમત બાદ હાઈવે ખુલ્લો કરાવ્યો છે. 36 કલાકથી વધુ સમય અટવાયા બાદ વાહન વ્યવહાર શરૂૂ કરાયો છે ભૂસ્ખલનના કરાણે 36 કલાકથી હાઈવે બંધ હતોત્યારે સિંગલ પટ્ટીમાં ખાઈની બાજુમાંથી રસ્તો પસાર કરતા વીડીયો સામે આવ્યા છેડુંગરના પથ્થર તોડી તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાયો છે. મહત્વપૂર્ણ છે કે ઉત્તરાખંડમાં બીજી તરફ ભારે વરસાદે પણ કહેર મચાવેલો છે. મેદાની પ્રદેશોથી લઇ પહાડો સુધી વરસાદ મુશળાધાર વરસી રહ્યો છે. ઉત્તરાખંડમાં 7 જૂલાઇ ચારધામ યાત્રા પર રોક લગાવાઇ હતી. જો કે આજે ફરીથી ચારધામ યાત્રા પૂર્વવત કરાઇ હતી. યાત્રા ભલે પૂર્વવત કરાઇ પરંતુ ચારધામ જતા દરેક યાત્રીએ સાવધાની વર્તવાની જરૂૂર છે કારણે સતત વરસાદને કારણે સડકો ખરાબ થઇ ચૂકી છે.