ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળની સરેરાશ ઉંમર પ વર્ષ ઘટી
જૂના મંત્રીમંડળમાં મંત્રીઓની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી, એની જગ્યાએ હવે પાંચ વર્ષ ઘટીને 55 વર્ષની થઇ
નવા મંત્રીમંડળમાં ઉંમરમાં રીવાબા જાડેજા સૌથી નાના અને કનુ દેસાઇ સૌથી મોટા
ગુજરાત સરકારના નવા મંત્રીમંડળનું વિસ્તરણ થઇ ગયુ છે અને મંત્રીઓને ખાતાની ફાળવણી કરી દેવામાં આવી છે. આ બંને પ્રક્રિયામાં ભાજપે જ્ઞાતિ સમિકરણ વિસ્તાર, યુવાન અને મહિલા બધા સમિકરણોને ધ્યાનમાં રાખીને મંત્રી બનાવ્યા છે. જેના કારણે ભૂપેન્દ્ર પેટલના નવા મંત્રી મંડળમાં યુવા ચહેરાનો સમાવેશ થતાં મંત્રીમંડળની સરેરાશ ઉંમરમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગતા મંત્રીમંડળની વાત કરીએ તો તેમાં મંત્રીઓની સરેરાશ ઉંમર 60 વર્ષ હતી. જે આ મંત્રીમંડળમાં 5 વર્ષ ઘટીને 55 વર્ષ થઇ ગઇ છે. નવા મંત્રીમંડળમાં 12 એવા મંત્રીઓ છે જે પ્રથમવાર ધારાસભ્યો બન્યા અને સીધા મંત્રીમંડળમાં પહોંચી ગયા છે. આમાના ઘણા મંત્રીઓની ઉંમર 30થી 40 વર્ષની અંદર છે. એટલે આ મંત્રીમંડળમાં યુવાઓને મહત્વ આપ્યુ હોવાનુ જાણવા મળે છે.
હર્ષ સંઘવી, રીવાબા જાડેજા, કૌશીક વેકરિયા, પ્રવિણ માળી જેવા યુવા ચહેરાઓને સમાવેશ કરવામાં આવ્યો છે. તો વળી યુવાઓની સાથે સિનિયર નેતાઓને પણ મંત્રી મંડળમાં સ્થાન આપી બેલેન્સ જળવાયુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે. જો સિનિયર નેતાઓની વાત કરીએ તો તેમાં કુંવરજી બાવળિયા 70 વર્ષ અને કનુભાઇ દેસાઇ 74 વર્ષ સાથે સૌથી મોટા નેતા છે. આમ આ મંત્રીમંડળમાં ઉંમરને ધ્યાનમાં રાખવામાં આવી હોય એવુ સ્પષ્ટ પણ જોવા મળે છે.