For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લતીપર ફુલઝર નદી પરનો માઇનર બ્રિજ સલામત હોવાનો તંત્રનો રીપોર્ટ

12:24 PM Jul 16, 2025 IST | Bhumika
લતીપર ફુલઝર નદી પરનો માઇનર બ્રિજ સલામત હોવાનો તંત્રનો રીપોર્ટ

ગુજરાત રાજ્યમાં પુલો, રસ્તા અને વરસાદી માહોલના લીધે અસર પામેલા માર્ગોના સમારકામને લાગતું ખાસ અભિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અને માર્ગદર્શનમાં અમલી બનાવવામાં આવ્યું છે. ત્યારે મોરબી અને જામનગર જિલ્લાને જોડતા ટંકારા લતીપર રોડ પર ટંકારા તાલુકાના સાવડી ગામ નજીક ફુલઝર નદી પર આવેલ માઇનર બ્રીજનું માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઇજનેર દિગ્વિજય સોલંકીએ નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

મોરબી અને જામનગર એમ બે જિલ્લાને જોડતો આ માર્ગ ટંકારા લતીપર ધ્રોલ સહિતના શહેરો સાથે જોડાયેલો છે. ત્યારે આ રોડ પર આવેલ ફુલઝર નદી પરના બ્રિજનું હાલ જ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા સમારકામ કરવામાં આવ્યું છે. જે બ્રિજનું નિરીક્ષણ કરી કાર્યપાલક ઇજનેરીએ વાહન વ્યવહારની સલામતી સુનિશ્ચિત કરી હતી.

નિરીક્ષણ બાદ કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકાર દ્વારા આપવામાં આવેલ નિર્દેશ અનુસાર ટંકારા લતીપર રોડ પર આવેલ આ માઈનર બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે. ગત જુનમાં આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું છે, જે બ્રિજનું સલામતી અને સુરક્ષાના પગલાં રૂૂપે નિરીક્ષણ કરવામાં આવ્યું છે.

Advertisement

નગરપાલિકાના પૂર્વ સત્તાધીશોના પાપે સમસ્યા ઉદભવી
વેપારીઓએ તેમનાં આવેદનમાં ધ્રોલ નગરપાલિકાના ભૂતપૂર્વ સત્તાધીશો પર પણ આક્ષેપ મૂક્યો છે. તેમનું કહેવું છે કે પૂર્વ સતાધીશો દ્વારા યોગ્ય આયોજન વગર કામો થયા છે. જેના લીધે આજે પાણી નિકાલની સમસ્યા સર્જાઈ છે. રસ્તાની આજુબાજુના દબાણો દૂર કરવામાં આવે તો પાણીનો યોગ્ય નિકાલ શક્ય બને તેમ વેપારીઓનું કહેવું છે. ધ્રોલના સ્થાનિક ધારાસભ્ય મેઘજી ચાવડા આ બાબતે બધુ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. લોકો સતાધીશો અને તંત્ર સામે પણ રોષે ભરાયાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement