For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ

12:18 PM Sep 22, 2025 IST | Bhumika
ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો મંગલ પ્રારંભ

પ્રાચીન ગરબીઓમાં ગવાશે માતાજીના ગુણગાન અને અર્વાચિન રાસોત્સવમાં યુવાધન હિલોળે ચડશે

Advertisement

રાત્રે બાર વાગ્યા સુધી માઇક વગાડવાની છૂટ, મોડી રાત સુધી વેપાર-ધંધા ખૂલ્લા રાખી શકાશે

રાજકોટ સહિત ગુજરાત ભરમાં આજથી 9 નહીં 10 દિવસના નવરાત્રિના તહેવારનો મંગલ પ્રારંભ થયો છે. નાના ગામડાઓથી માંડી મોટા શહેરોના ચાંચરના ચોકમાં મા શક્તિની આરાધના સાથે પ્રાચિન ગરબીઓ તેમજ શહેરી વિસ્તારોમાં યુવા ધનને ડોલાવતા અર્વાચિન રાસોત્વનો પણ આજથી જ પ્રારંભ થનાર છે.

Advertisement

સરકાર દ્વારા રાત્રે 12 વાગ્યા સુધી માઇક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. જયારે રાજ્યના ગૃહમંત્રીએ ખૈલેયાઓને મોડીરાત સુધી ગરબે રમવાની છૂટ આપી છે. સાથોસાથ સૌેને ‘મર્યાદા’માં રહેવા પણ સલાહ આપી છે.

સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે, એ માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. આ વખતની નવરાત્રિ વિશેષ છે, કારણ કે મૉં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદુરની શક્તિ છે. આ સાથે તેમણે કોઈ પણ તકલીફ હોય તો 112 નંબર પર કોલ કરવા વિનંતી કરી છે.

ગુજરાતની ધરતી પર મૉં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે, એ માટે સંપૂર્ણ પણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે.

સૌ નાના નાના વેપારીઓ જે શહેરો અને જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે કે પછી ખાણીપીણીના સ્ટોલ ચલાવતા હોય છે. આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટેની ગુજરાત પોલીસને સુચના આપવામાં આવી છે. મારા રાજ્યના નાના-નાના વેપારીઓ એ સંપૂર્ણ પણે ખુબ સારી રીતે એનો ઉઘોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યું હતું કે, આ વખતે વિશેષ નવરાત્રી છે કારણ કે માં અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદુરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મ નિર્ભર ભારત અને સ્વદેશી અપનાવોના નારા જોડે દેશ આખો કઈક અલગ જ મૂડમાં નજરે પડી રહ્યો છે. મને પૂરો વિશ્વાસ છે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શીયલ આયોજન કરે છે તે સૌ લોકો ગરબા રમવા આવતા બહેન, ભાઈઓ અને પરિવારજનોને જે વ્યવસ્થાઓ છે એ સંપૂર્ણ વ્યવસ્થાઓ ખુબ સારી રીતે કરશે.

જરૂર પડે ત્યારે 112 ડાયલ કરો
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ખેલૈયાઓ પુરા મનથી ગરબા રમી શકે તેવી વ્યવસ્થાઓ સૌ સાથે મળીને કરીશું. સૌ લોકો પૂરી શક્તિથી ગરબા રમવા જાવ, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂૂર નથી. મારી દરેક બહેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે, કોઈ પણ જગ્યાએ નાની એવી તકલીફ પણ નજરે પડે કે તમારી ગાડી રસ્તામાં બંધ પડી ગઈ અને હવે ઘરે કઈ રીતે પહોચશો? તો તમારી બધાની જ સેવામાં ગુજરાત પોલીસ ઉપલબ્ધ છે. કોઈ પણ તકલીફ પડે તમે વગર વિચારે 112 પર માત્ર જાણકારી આપો, જેથી તમારી મદદમાં ઝડપથી પહોચી શકાય. એટલા માટે આપ સૌને વિનંતી છે કે આ વ્યવસ્થાઓમાં વધુમાં વધુ આપ સૌ લોકો મદદ કરજો.

Advertisement
Tags :
Advertisement
Advertisement